Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADOADRA : મોટા અધિકારીનો ડ્રાઇવર લૂંટાયો

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે મોટા અધિકારીઓને ઓફિસે ઉતારીને પરત ફરતી વેળાએ કાચ ચાલક લુંટાયો (LOOT) હોવાની ઘટના સામે આવી છે. ઘરે પરત જતી વેળાએ રસ્તામાં લધુશંકા કરવા જતા ત્રણ ઇસમો એક એક કરીને તેની પાસે આવી તેને પકડી...
vadoadra   મોટા અધિકારીનો ડ્રાઇવર લૂંટાયો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે મોટા અધિકારીઓને ઓફિસે ઉતારીને પરત ફરતી વેળાએ કાચ ચાલક લુંટાયો (LOOT) હોવાની ઘટના સામે આવી છે. ઘરે પરત જતી વેળાએ રસ્તામાં લધુશંકા કરવા જતા ત્રણ ઇસમો એક એક કરીને તેની પાસે આવી તેને પકડી રાખે છે. અને પછી તેને દંડા વડે માર મારવામાં આવે છે. ત્રણ અજાણ્યા ઇસમો મોબાઇલ ફોન અને પાકીટ લઇને ગાયબ થઇ જાય છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અંધારામાંથી એક અજાણ્યો શખ્સ આવી બાથ મારે છે

મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં નોંધાયેલી ફરિયાદમાં ગૌતમકુમાર રતિલાલ ચૌહાણ (ઉં. 26) (રહે. એગ્રીકલ્ચર યુનિ. ક્વાટર્સ, આણંદ) જણાવે છે કે, તે ખાનગી ટ્રાવેલ્સમાં કામ કરે છે. બે દિવસથી તે વડોદરાના ઇન્કમટેક્સ ઓફિસર્સને લેવા-મુકવાનું કામ કરે છે. ગઇ કાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે નડીયાદ (પીલજ ચોકડી) થી ઇન્કમટેક્સ ઓફિસર્સને લઇને નિકળી વડોદરા રાત્રે એક વાગ્યે પહોંચે છે. ઓફિસર્સને ઉતારીને તે જાંબુઆ ચોકડી થઇ દુમાડ ચોકડી આણંદ તરફ જાય છે. તેવામાં લધુશંકા કરવા માટે કાર રોડની સાઇડમાં પાર્ક કરીને જાય છે. દરમિયાન અંધારામાંથી એક અજાણ્યો શખ્સ આવી બાથ મારી પકડી લે છે. જે બાદ અન્ય અજાણ્યા ઇસમે આવે છે, અને તે પગ પકડી લે છે. ત્રીજો ઇસમ મોઢું દબાવી રાખે છે. પછી તમામ માર મારવાનું શરું કરે છે. અને પૈસાની માંગણી કરે છે.

Advertisement

ફટકા મારવામાં આવ્યા

તેઓના પાકિટમાં રૂ. 100 હોય છે. અને તેનાથી વધારે કંઇ હોતું નથી. જે બાદ તેને દંડા વડે ફટકા મારવામાં આવે છે. પગથી શરૂ કરીને માથા સુધી અલગ અલગ જગ્યાઓ પર શરીરે ફટકા મારવામાં આવે છે. આખરમાં કાન નીચે દંડો મારતા તેની આંખો બંધ થઇ જાય છે. જે બાદ અજાણ્યા શખ્સો તેના ખીસ્સામાંથી પાકિટ લઇ છે. અંધારૂ હોવાથી તેઓ કોઇના ચોક્કસ ચહેરા જોઇ શકતા નથી.

Advertisement

10 ફુટ અંતરે પોલીસની ગાડી મળી

જે બાદ તેઓ ગાડી સુધી પહોંચે છે. અને ગાડી ચાલુ કરીને આગળ જતા જ 10 ફુટ જેટલા અંતરે નજીકમાં પોલીસ ની ગાડી મળે છે. તેમની પાસે હાથ ઉંચો કરી તે મદદ માંગે છે. જે બાત તેઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

પગના ભાગે ફ્રેક્ચર થયું

આ ઘટનામાં ચાલકને માથા, કાન, પગ, ઢીંચણમાં ઇજાઓ પહોંચી છે. પગના ભાગે ફ્રેક્ચર પણ થયું હોવાનું નિદાન થયું છે. ઉપરોક્ત મામલે પોલીસે મકરપુરા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઇ ચૂંટણી બહિષ્કાર

Tags :
Advertisement

.

×