Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ મથક નજીક અસંખ્ય વાહનો આગની લપેટમાં

VADODARA : વડોદરામાં પોલીસ મથક (VADODARA - POLICE STATION) નજીક મુકવામાં આવેલા અસંખ્ય વાહનો આગની લપેટમાં આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ આગ ઘાસમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જે પ્રસરીને વાહનો સુધી પહોંચી છે....
vadodara   પોલીસ મથક નજીક અસંખ્ય વાહનો આગની લપેટમાં
Advertisement

VADODARA : વડોદરામાં પોલીસ મથક (VADODARA - POLICE STATION) નજીક મુકવામાં આવેલા અસંખ્ય વાહનો આગની લપેટમાં આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ આગ ઘાસમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જે પ્રસરીને વાહનો સુધી પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનોને આ અંગેની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે.

ડિટેઇન કરવામાં આવેલા વાહનો

વડોદરામાં ગરમી ટાણે આગના બનાવોની સંખ્યા સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતી હોય છે. આજરોજ વડોદરાના જરોદ પોલીસ મથક નજીક વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, જરોદ પોલીસ મથક દ્વારા વિવિધ કારણોસર ડિટેઇન કરવામાં આવેલા વાહનોને નજીકના ખુલ્લા ગ્રાઉન્ડમાં મુકવામાં આવ્યા હતા.

Advertisement

ઘાસમાં પ્રથમ આગ લાગી

જ્યાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નિકળી હોવાની ઘટના સામે આવી છે. ફાયર સુત્રોએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, ગ્રાઉન્ડના ઘાસમાં પ્રથમ આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જે પ્રસરીને વાહનો સુધી પહોંચતા ભીષણ બની છે. આ ઘટનામાં આગ પ્રસરતા તેની લપેટમાં બાઇક, રીક્ષા, કાર સહિત અસંખ્ય વાહનો આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

મોટું નુકશાન પહોંચ્યું

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા જ તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને આગ પર કાબુ મેળવવાની તજવીહ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તબક્કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં વાહનોમાં મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ, શહેરમાં આગ લાગવાની ઘટનામાં મોટી સંખ્યામાં વાહનોને નુકશાન પહોંચ્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ આખરમાં જણાવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વગર મંજૂરીએ પશુની હેરફેર કરતા ત્રણ ઝબ્બે

Tags :
Advertisement

.

×