VADODARA : યોગ્ય મંજૂરી વગર ધમધમતી JOY E-BIKE ની કંપની સીલ
VADODARA : વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં યોગ્ય મંજૂરી વગર ધમધમતી JOY E-BIKE કંપની પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર તથા અન્ય જરૂરી મંજૂરીઓને લઇને તંત્ર દ્વારા સખ્તાઇ વર્તવામાં આવી રહી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુરા, 9, જુનના રોજ સીલ કરવામાં આવેલી કંપનીમાં આજે માણસોની ચહલ-પહલ જોવા મળી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે, ભુલથી શરૂ થયુ હોય તો બંધ કરી દે. તેમ છતાં પણ બંધ નહી કરે તો સખ્તાઇના પગલાં ભરવામાં આવશે.
ચહલ પહલ જોવા મળી
વડોદરા પાલિકા દ્વારા ફાયર સહિતની સેફ્ટીને લઇને સઘન ચેકીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અસંખ્ય એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, તો અનેક એકમોને રોજ નોટીસ પાઠવવામાં આવી રહી છે. તેવામાં તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમ દ્વારા સયાજીપુરામાં આવેલી JOY E-BIKE ની વોર્ડ વિઝાર્ડ કંપની સીલ કરી છે. જો કે, તે બાદ આજે કંપની પરિસરમાં ગણતરીના માણોસની ચહલ પહલ જોવા મળી હતી. જેને લઇને સવાલો ઉઠવા પામ્યા છે.
બીયુ માટે એપ્લાય કર્યું
સમગ્ર કાર્યવાહીને લઇને મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે, આખા શહેર અને વુડા વિસ્તારમાં જેની પાસે બિલ્ડીંગ પરમીશન અને ફાયર પરમીશન ન હોય અથવાતો તેની પૂર્તતામાં ખામી હોય, તો સિલીંગ અથવા નોટીસની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જોય ઇ બાઇકની કંપનીમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બીયુ અને ફાયરની મંજુરી ન્હતી. જેથી ત્રણ દિવસ પહેલા કંપની સીલ કરી દેવામાં આવી છે. અમે ચકાસણી કરી છે. તેમણે બીયુ માટે એપ્લાય કર્યું હતું.
તો સખ્તાઇના પગલાં ભરાશે
વધુમાં તેમણે જણાવ્યું કે, પરંતુ તેમનુ દબાણ હોવાથી બીયુ થઇ શક્યુ નથી. સાથો સાથ તેમની જોડે ફાયર મંજુરી પણ નથી. જોડે જોડે સુચિત રસ્તા પર તેમનું દબાણ છે, તેને દુર કરવાની સુચના પણ આપવામાં આવી છે. એટલે તેમની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. મીડિયાની ફેક્ટરી ચાલું હોવાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, મને તમારા માધ્યમથી જાણવા મળ્યું. તેની તપાસ કરવામાં આવશે, તેવી કોઇ ગતિવિધી ચાલતી હશે તો પુન બંધ કરાવવામાં આવશે. કદાચ તેમના વર્કર તેમનો સામાન લેતા હોઇ શકે. ફેક્ટરી સીલ કરી છે એટલે તેમનું પ્રોડક્શન ટેક્નિકલી બંધ થાય. એટલે ફેક્ટરી ન ચાલવી જોઇએ, તેની પુન ચકાસણી કરીશું. તેમને વિનંતી કરીએ છીએ કે ભુલથી શરૂ થયુ હોય તો બંધ કરી દે. તેમ છતાં પણ બંધ નહી કરે તો સખ્તાઇના પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : બાજવા બ્રિજના “ગાબડાપાડુ” કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધશે, ધારાસભ્ય મેદાને



