Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કરજણના લાંચિયા અધિકારીની મિલકતની તપાસ થશે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના પાસેના કરજણ તાલુકા સેવા સદનના લાંચિયા (CORRUPT OFFICER) સર્કલ ઓફીસને રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ તેના રિમાન્ડ મેળવવા માટે વડોદરાની કોર્ટ (VADODARA COURT) માં રજૂ કરવામાં આવ્યો...
vadodara   કરજણના લાંચિયા અધિકારીની મિલકતની તપાસ થશે
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના પાસેના કરજણ તાલુકા સેવા સદનના લાંચિયા (CORRUPT OFFICER) સર્કલ ઓફીસને રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ તેના રિમાન્ડ મેળવવા માટે વડોદરાની કોર્ટ (VADODARA COURT) માં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા ધારદાર મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવતા કોર્ટે લાંચિયાના 10, જૂન સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે છે. કોર્ટમાં દલીલ કરવામાં આવેલા મુદ્દાઓ પૈકી એક લાંચિયા દ્વારા ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી મિલકત ખરીદી છે કે કેમ, તેની સામે તપાસનો છે.

ધારદાર દલીલો કરવામાં આવી

તાજેતરમાં વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગતરોજ કરજણ તાલુકા સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ. આર. દિવાન (નાયબ મામલતદાર) ને રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. જે કચેરીમાં બેસીને તે વહીવટ સંભાળતો હતો ત્યાંથી જ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે તેને દબોચી લીધો હતો. ત્યાર બાદ તેને વડોદરાની કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા મુદ્દાસર ધારદાર દલીલો કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે લાંચિયા ઇન્ચાર્જ સર્કલ ઓફીસરના 10, જૂન સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

પુછપરછમાં ઉડાઉ જવાબ

સરકારી વકીલ દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓમાં, લાંચની રકમ કોને કોને આપવાની હતી ? તેમજ આ ગુનામાં અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ, આરોપીએ બીજા કેટલા લોકો પાસેથી જમીનની વારસાઇ અને હયાતીમાં નામ દાખલ કરવા માટે લાંચની માંગણી કરી તે અંગેની તપાસ, ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી કોઇ મિલકત ખરીદી છે કે કેમ તેની તપાસ, આરોપી કરજણ તાલુકાના 44 ગામોના સર્કલ ઓફીસર તરીકે વિતેલા એક વર્ષથી ફરજ બજાવે છે. દરમિયાન કોઇની જોડે ભ્રષ્ટાચાર કર્યો છે કે કેમ તેની તપાસ, આરોપી તમામ મુદ્દાઓ પર પુછપરછ કરવા છતાં ઉડાઉ જવાબ આપતો હોવાથી વધુ તપાસની જરૂરીયાતનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચોમાસા પહેલા રોડ પર ભૂવાની દસ્તક

Tags :
Advertisement

.

×