Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્રેમીકાની છેડતીની આશંકાએ યુવકે માર્યા હથોડીના ઘા

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) ના નવા બજારમાં આવેલી હોસ્પિટલમાં હુમલો કર્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, હોસ્પિટલમાં કામ કરતા શખ્સ પર પ્રેમીકાની છેડતીની આશંકાએ હથોડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં...
vadodara   પ્રેમીકાની છેડતીની આશંકાએ યુવકે માર્યા હથોડીના ઘા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) ના નવા બજારમાં આવેલી હોસ્પિટલમાં હુમલો કર્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, હોસ્પિટલમાં કામ કરતા શખ્સ પર પ્રેમીકાની છેડતીની આશંકાએ હથોડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મરણતોલ માર વાગતા યુવકે હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. ઉપરોક્ત મામલે મનુષ્ય વધની કોશિશની કલમ હેઠળ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમીકાની છેડતી કરી પરેશાન કરતો હોય તેવી શંકા

વડોદરા પાસે કરજણમાં શોર્ય હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ઉર્વિશકુમાર બીપીનભાઇ પટેલ (ઉં. 21) (રહે. બે ભાગ, સરભાણ, આમોદ-ભરૂચ) નોકરી કરે છે. નોકરીના નિત્યક્રમ મુજબ તે 28, માર્ચે સવારે હોસ્પિટલમાં હાજર હતો. તે દરમિયાન ઇફ્તેખાન સાજીદ શેખ (રહે. અવાખલ, શિનોર) આક્રોશિત થઇને હાથમાં હથોડી લઇને આવી પહોંચ્યો હતો. બીપીન તેની પ્રેમીકાની છેડતી કરી પરેશાન કરતો હોય તેવી શંકા હતી. હોસ્પિટલમાં તેણે બીપીનને જોતા જ તેના માથાના પાછળના ભાગે હથોડી વડે જોરદાર ઘા માર્યો હતો. પહેલો ઘા મારતા જ બીપીન પડી ગયો હતો. જે બાદ તેણે બીપીનના કોણીના ભાગે કોણીના ભાગે માર્યો હતો.

Advertisement

ઇજાગ્રસ્તનું સીટી સ્કેન કરાવવું પડ્યું

આ ઘટના સમયે આસપાસ લોકો હાજર હતા. હથોડીના ઘા વાગતા જ તમામ દોડીને આવી ગયા હતા. અને ઇજાગ્રસ્તને ત્યાંથી દુર કર્યો હતો. અને તેની સારવાર શરૂ કરી હતી. બીપીનનો આંતરિક માર તપાસવા માટે તેનું સીટી સ્કેન પણ કરાવવું પડ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં ઇફ્તેખાન સાજીદ શેખ (રહે. અવાખલ, શિનોર) સામે મનુષ્ય વધની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આરોપી કાળા ચશ્મા પહેરીને હાથમાં હથોડી લઇને ફરતો દેખાય

આ ઘટના બાદ હુમલાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં બીપીન દાદરા પરથી ઉતરતો દેખાય છે. અને આરોપી કાળા ચશ્મા પહેરીને હાથમાં હથોડી લઇને ફરતો દેખાય છે. જેવો બીપીન દાદરો ઉતરીને આગળ આવે છે, તેવામાં પાછળથી આરોપીએ આવીને માથાના ભાગે હથોડીનો ઘા મારી દે છે. આ ઘટનામાં દુરથી ડોક્ટર અને હોસ્પિટલનો સ્ટાફ દોડી આવે છે. અને બંનેને છુટ્ટા પાડે છે. જે બાદ ઇજાગ્રસ્તની સારવાર શરૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો --VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણી ટાણે કોરોનાની એન્ટ્રીએ ચિંતા વધારી

Tags :
Advertisement

.

×