Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શરદી-ખાંસીની દવા લેવા નિકળેલી મહિલાના ઘરે તેમના મૃત્યુનો સંદેશ પહોંચ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં ઘરેથી શરદી-ખાંસીની દવા લેવા માટે નિકળેલી મહિલાના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા છે. આ ઘટનામાં મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ નિપજ્યું છે. ઘટનાને લઇને કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં અજાણ્યા વાહનચાલક...
vadodara   શરદી ખાંસીની દવા લેવા નિકળેલી મહિલાના ઘરે તેમના મૃત્યુનો સંદેશ પહોંચ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં ઘરેથી શરદી-ખાંસીની દવા લેવા માટે નિકળેલી મહિલાના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા છે. આ ઘટનામાં મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ નિપજ્યું છે. ઘટનાને લઇને કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ગમે તે સમયે કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા જાય

કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ભરતભાઇ ઇશ્વરભાઇ પટેલ (ઉં. 55) (રહે. માન ફળિયુ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વરેડીયા ટોલનાકા પર નોકરી કરીને જીવન ગુજારે છે. તેમના બહેન પ્રવિણાબેન અને તેમના બે છોકરાઓ પહેલાથી જ અસ્થિર મજગના છે. તેઓ ગમે તે સમયે કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા જાય છે.

Advertisement

દવા લેવા માટે કોઇને જાણ કર્યા વગર નિકળ્યા હતા

ગતરોજ તેઓ નોકરી પરથી પરત આવ્યા ત્યારે તેમના પત્નીનો ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું કે, આપણા ગામના રામુ વસાવા આવ્યા હતા. અને તેમણે જણાવ્યું કે, પ્રવિણાબેનનું માલોદ ફાટકથી આગળ રારોદ ગામની સીમમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કર્યો છે. જેથી તેઓ નોકરી પરથી તાત્કાલિક પરત આવીને ઘરે પહોંચ્યા હતા. તેમણે ફળિયામાંથી જાણ્યું કે, 12 માર્ચે રાત્રે પ્રવિણાબેન ઘરેથી નારેશ્વર શરદી-ખાંસીની દવા લેવા માટે કોઇને જાણ કર્યા વગર નિકળ્યા હતા. જે બાદ તેઓ તેમના સંતાન સાથે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Advertisement

ફરજ પરના હાજર તબિબોએ મૃત જાહેર કર્યા

દુર્ઘટના સ્થળે પહોંચતા જ પ્રવિણાબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાનું જોવા મળ્યું હતું. જેથી બંનેએ પ્રવિણાબેનને તાત્કાલિક ટેમ્પામાં સારવાર માટે કરજણ સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

એક તરફ પ્રવિણાબેનના મૃતદેહને પીએમ કરવા માટેની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ અજાણ્યા વાહન ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : વીજળી ગુલ થતા સેંકડો પરિવારોની રાત મુશ્કેલીમાં વીતી

Tags :
Advertisement

.

×