Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાના કર્મીઓ દ્વારા વેપારીઓને પાવતી પકડાવતા રોષ

VADODARA : વડોદરા શહેરના કિશનવાડી (KISHANWADI - VADODARA) વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓને પાલિકા (VMC) ના કર્મચારીઓ દ્વારા દર મહિને વહીવટી ચાર્જની પાવતી પકડાવીને પૈસા વસુલી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વેપારીઓ જણાવે છે કે, અમે તમામ પ્રકારના...
vadodara   પાલિકાના કર્મીઓ દ્વારા વેપારીઓને પાવતી પકડાવતા રોષ
Advertisement

VADODARA : વડોદરા શહેરના કિશનવાડી (KISHANWADI - VADODARA) વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓને પાલિકા
(VMC) ના કર્મચારીઓ દ્વારા દર મહિને વહીવટી ચાર્જની પાવતી પકડાવીને પૈસા વસુલી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વેપારીઓ જણાવે છે કે, અમે તમામ પ્રકારના ટેક્સ ભરપાઇ કરીએ છીએ. છતાં તંત્ર દ્વારા આ રીતે છેલ્લા કેટલાય મહિનાઓથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા જ્યાં ખોટું થઇ રહ્યું હોય ત્યાં જઇને દંડ વસુલવો જોઇએ.

તમામ પ્રકારનો ટેક્સ ભરે છે

શહેરના કિશનવાડી વિસ્તારમાં મેઇન રોડ પર પ્રોવિઝન સ્ટોર સહિતની અનેક દુકાનો આવેલી છે. આજકાલ અહિંયાના વેપારીઓમાં પાલિકા તંત્રની કામગીરી સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા કેટલાય મહિનાઓથી પાલિકાના કર્મીઓ દ્વારા વહીવટી ચાર્જની પાવતી પકડાવવામાં આવી રહી છે. વેપારીઓ તમામ પ્રકારનો ટેક્સ ભરે છે. છતાં આ પ્રકારે દર મહિને તંત્ર દ્વારા પાવતી પકડાવવામાં આવતા તેઓ નાખુશ છે. આ અંગે કોઇ રાહત મળે તે માટે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે કોઇ ખાસ રાહત અપાવી ન હતી.

Advertisement

4 મહિનાથી સિલસિલો ચાલી રહ્યો છે

સ્થાનિક વેપારી હરીશ કહાર જણાવે છે કે, પાલિકાના કર્મીઓ ખાલી વેરા પાવતી ફાડવા માટે અહિંયા આવે છે. મારી દુકાનમાં સામાન ભર્યો છે. અમે વેરો ભરીએ છીએ. છતાં તેઓ કહે છે કે, તમારે દર મહિને પૈસા આપવાના. દર મહિને તેઓ આવી જ જાય છે. છેલ્લા 4 મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો છે. અમે અમારા સ્થાનિક કોર્પોરેટરને વાત કરી, તો તેમણે આ ભરવા માટે જણાવ્યું છે. તેઓ કહે છે કે, અમે દુકાનની બહાર કચરો ફેંકીએ છીએ. હકીકતે અમે કચરો કચરા પેટીમાં જ નાંખીએ છીએ. શહેરના અનેક વિસ્તારોમાં ખરા અર્થમાં દબાણ છે. ત્યાં જઇને તેમણે કાર્યવાહી કરવી જોઇએ, તો હું માનું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : VUDA નો રીજીયોનલ ફાયર ઓફિસર મોટી લાંચ લેતા ઝડપાયો

Tags :
Advertisement

.

×