Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ અધિકારીઓ માટે "પાઠશાળા" શરૂ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION) અને વાઘોડીયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા. ૦૭.૦૫.૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી...
vadodara   લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ અધિકારીઓ માટે  પાઠશાળા  શરૂ
Advertisement

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION) અને વાઘોડીયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા. ૦૭.૦૫.૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવનાર પ્રિસાઈડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ તેમજ અન્ય સ્ટાફની ત્રણ તબક્કામાં મતદાન પ્રક્રિયા સંબંધિત તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં વડોદરા શહેર-જિલ્લાની તમામ દસ વિધાનસભા બેઠકોના પોલિંગ સ્ટાફને તા. ૨૬ માર્ચ થી તા. ૧ એપ્રિલ સુધી તાલીમ આપવામાં આવશે.

Advertisement

૧૩,૦૪૧ કર્મીઓની તાલીમનો પ્રારંભ

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા બેઠકની પેટા ચૂંટણીમાં ફરજ બજાવનાર ૧૩,૦૪૧ કર્મીઓને તાલીમ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૧ એપ્રિલ સુધી ચાલનારી પ્રથમ તબક્કાની તાલીમમાં ૩૦૬૩ પ્રિસાઈડીંગ ઓફિસર, ૩૦૬૧ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ ૬,૯૧૭ પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

Advertisement

વિધાનસભા બેઠકમાં પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ

વિધાનસભા બેઠક વાર જો પ્રથમ તબક્કાની તાલીમની વાત કરીએ તો, સાવલીમાં તા. ૩૦ માર્ચ અને તા. ૧ એપ્રિલ, વાઘોડીયામાં તા. ૨૮ માર્ચ, ડભોઈમાં તા. ૨૯ માર્ચ, વડોદરા શહેરમાં તા. ૩૦ માર્ચ અને તા. ૧ એપ્રિલ, અકોટામાં તા. ૨૮ માર્ચ, રાવપુરામાં તા. ૨૮ અને ૩૦ માર્ચ, માંજલપુરમાં તા. ૨૯, ૩૦ અને ૩૧ માર્ચ, કરજણમાં તા. ૨૮ અને ૩૦ માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પાદરા અને સયાજીગંજ – આ બંને વિધાનસભા બેઠકમાં પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે.

વિશિષ્ટ મોડ્યુઅલ પ્રમાણે તાલીમ આપવામાં આવી

ટાંકે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની તાલીમમાં ચૂંટણીલક્ષી સામગ્રી મેળવતી વખતે (ડીસ્પેચ) ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બીજા તબક્કામાં મતદાન મથક પરની કાર્યપદ્ધતિ અંગે અને ત્રીજા તબક્કામાં રીસીવીંગ સેન્ટર પર સામગ્રી પરત સોંપણી અંગેની તાલીમ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વખતની તાલીમની વિશેષ વાત એ છે કે, મતદાન પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે તમામ નિયુક્ત કર્મીઓને વિશિષ્ટ મોડ્યુઅલ પ્રમાણે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી ચૂંટણીકાર્યમાં તેઓની કોઈપણ વિધાનસભા બેઠક પર નિયુક્તિ થાય તો મતદાન પ્રક્રિયા સંબંધિત ફરજો બજાવવામાં તેઓને સરળતા રહેશે.

મશીન વિભાગ તેમજ થિયરી વિભાગમાં વિભાજીત કરાયા

આ તાલીમમાં ચૂંટણી વખતે રાખવાની તકેદારીઓ તેમજ શું કરવું-શું ન કરવું?, ચૂંટણી સંલગ્ન વિવિધ મુદ્દાઓ તેમજ જોગવાઇઓથી દરેક તાલીમાર્થીઓને માહિતગાર કરવા ઉપરાંત તેઓની મૂંઝવણો તેમજ તેમને ઉદભવેલા પ્રશ્નોના તર્કસંગત જવાબ આપવામાં આવશે. તાલીમ દરમિયાન નિયુક્ત કર્મીઓને મશીન વિભાગ તેમજ થિયરી વિભાગમાં વિભાજીત કરીને તબક્કાવાર માહિતી આપવાની સાથે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ મશીન, વીવીપેટ મશીન તેમજ તેમાં થયેલા નવા સુધારા વિશે તાલીમાર્થીઓને તબક્કાસભર સમજાવવામાં આવે છે. તાલીમમાં વિવિધ પગલાઓ વિશે તેમજ ચૂંટણી વખતે રાખવાની તકેદારી વિશેના સૂચનો પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો --VADODARA : દારૂને લઇ મુકેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મામલો બિચક્યો

Tags :
Advertisement

.

×