VADODARA : મહી નદીમાં ન્હાવા જતા બે ડૂબ્યા, શુભપ્રસંગે માતમ છવાયો
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં આવતા 20 થી વધુ જળાશયો તથા તે સંબંધિત સ્થળોએ ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે તેની અમલવારી સામે સવાલો ઉઠે તેવી ઘટના સામે આવી છે. ગતરોજ સાવલી તાલુકામાં આવેલા ગામે સગાઇમાં આવેલા બે પરિજનો નજીકમાં મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં પ્રથમ મહિલાનો પગ લપસતા તે ડુબ્યા હતા. અને બાદમાં તેમને બચાવવા અન્ય પરિજન જતા તેઓ પણ ડુબ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને સ્થાનિક તરવૈયા તેમજ એનડીઆરએફના જવાનોએ સંયુક્ત રીતે બંનેના મૃતદેહને રેસ્ક્યૂ કર્યા હતા.
શુભપ્રસંગ શોકમાં ફેરવાયો
સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં ગોઠડા ગામે સગાઈના પ્રસંગ માટે આવેલા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ચૌહાણ તેમજ સુગરાબેન ગરાસીયા મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી. જેને લઇને શુભપ્રસંગ શોકમાં ફેરવાયો હતો. અને માતમ છવાયો હતો.
તરવૈયાઓ ફુદી પડ્યા
લાંછનપુર ખાતે મહીસાગર નદીમાં ન્હાવા જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેઓ અમરાપુરા ગામ ખાતે જઈને મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જ્યાં નદીમાં વધુ ઊંડાઈમાં પહોંચી જતા તેઓ ડૂબી ગયા હતા સ્થાનિક ગ્રામજનોએ બંનેને ડૂબતા જોઈને બચાવવા માટે વહેતા પાણીમાં તરવૈયાઓ ફુદી પડ્યા હતા જોકે, તરવૈયાઓ તેઓને બચાવે તે પહેલા જ ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ વિક્રમસિંહ ચૌહાણ ના મૃત દેને બહાર કાઢ્યો હતો જ્યારે સુગરાબેન ગરાસિયાના મૃતદેહને શોધી કાઢવા માટે એનડીઆરએફના ટીમની મદદ લેવામાં આવી હતી. જેમાં મોડે મોડે સફળતા મળી હતી.
અમરાપુરા ગામની ઘટના
પ્રાથમિક માહિતી પ્રમાણે બંને મૃતકો વડોદરા શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગોઠડા ગામે સગાઈના પ્રસંગે આવ્યા હતા અને ત્યાંથી લાંછનપુર ખાતે મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. જોકે ત્યાં નદીમાં પર્યટકોને ન્હાવા પર પ્રતિબંધ હોવાને કારણે તેઓએ અન્ય રસ્તો શોધીને નજીકમાં અમરાપુરા ગામે જઈને નદીમાં આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, 1 નું મોત
આ પણ વાંચો -- VADODARA : બેફામ હાંકતા કાર ચાલકે દંપતિને અડફેટે લીધા, મહિલાનું મોત


