Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મનુભાઇ ટાવરના 7 માં માળે આગ, મોટું નુકશાન થતા બચ્યું

VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઇ ટાવર (MANUBHAI TOWER)ના 7 માં માળે આગની ઘટના સામે આવી છે. આગમાં ચાર જેટલી ઓફિસોને નુકશાન પહોંચ્યું છે. આગની ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતી...
vadodara   મનુભાઇ ટાવરના 7 માં માળે આગ  મોટું નુકશાન થતા બચ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઇ ટાવર (MANUBHAI TOWER)ના 7 માં માળે આગની ઘટના સામે આવી છે. આગમાં ચાર જેટલી ઓફિસોને નુકશાન પહોંચ્યું છે. આગની ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવી લીધો છે. સુત્રો જણાવી રહ્યા છે કે, ટાવરમાં લગાડવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો કામે લાગ્યા ન હતા.

સવારે મોટા ભાગની દુકાનો-ઓફિસો બંધ હતી

વડોદરાની એમ.એસ.યુનિ. સામે મનુભાઇ ટાવર આવેલું છે. આ ટાવરમાં ભાજપ કાર્યાલય સહિત અનેક ઓફિસો, કોચિંગ ક્લાસ અને દુકાનો આવેલી છે. અહિંયા 7 માં માળે આજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે જ્યારે મોટા ભાગની દુકાનો-ઓફિસો બંધ હતી. ત્યારે 7 માં માળે ધુમાડા નિકળતા હોવાનું જણાતા ફાયરને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ બીએસ સેટ, એક્ઝોસ્ટ ફેન સહિત જરૂરી સામગ્રી લઇને કામમાં જોડાયા હતા. આશરે અડધા કલાકની ભારે જહેમત બાદ સ્થિતી થાળે પાડવામાં આવી હતી. આ ઘટનામાં ચાર જેટલી ઓફિસોમાં નુકશાન પહોંચ્યાનો અંદાજ છે.

Advertisement

બિલ્ડીંગની ફાયર એનઓસીને લઇને તપાસ કરવામાં આવશે

ફાયક ઓફિસર હર્ષવર્ધન પુવાર જણાવે છે કે, મનુભાઇ ટાવરના સાતમા માળે આગની જાણ થતા જ જવાનો સ્થળ પર આવ્યા છે. આવ્યા ત્યારે રૂમ બંધ હતા. તેનો તોડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક્ઝોસ્ટ ફેન, બીએસ સેટનો ઉપયોગ કરીને સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બિલ્ડીંગની ફાયર એનઓસીને લઇને તપાસ કરવામાં આવશે. જે બાદ જરૂર જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાધનો ચાલુ સ્થિતીમાં હોત તો, સમય બચી શકત. આગના કારણે 3 - 4 ઓફિસોમાં નુકશાન થવા પામ્યું છે. અડધા કલાકમાં સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

Advertisement

બેકઅપ પણ મંગાવવામાં આવ્યું

સુત્રો જણાવે છે કે, આગ બાદ ધુમાડો એટલો ફેલાયો હતો કે એક તબક્કે ફાયર જવાનો માટે આગળનું કંઇ જોવું મુશ્કેલ બન્યું હતું. આ ઘટનામાં ફાયરની એક ટુકડી કામે લાગ્યા બાદ વધારાનું બેકઅપ પણ મંગાવવામાં આવ્યું હતું. સમયસર ફાયર જવાનોએ કામગીરી હાથ ધરતા આગને ફેલાતા અટકાવવાની સાથે સત્વરે સ્થિતી પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે. જો સમયસર કામગીરી શરૂ કરવામાં આવ્યું ન હોત તો મોટા પ્રમાણમાં નુકશાન પહોંચવાની શક્યતા હતી.

આ પણ વાંચો --VADODARA : મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત બાદ પોલીસ દોડતી થઇ

Tags :
Advertisement

.

×