Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસને બાતમીદાર ફળ્યો

VADODARA : વડોદરાના નંદેસરી પોલીસ મથક (NANDESARI POLICE STATION) માં બાઇક ચોરીને લઇને નોંધવામાં આવેલા ગુનાની તપાસમાં જવાનને બાતમીદાર ફળ્યો હોવાથી સફળતા મળી છે. એક સાથે 5 બાઇક રિકવર કરવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. સાથે જ 5 બાઇક...
vadodara   પોલીસને બાતમીદાર ફળ્યો
Advertisement

VADODARA : વડોદરાના નંદેસરી પોલીસ મથક (NANDESARI POLICE STATION) માં બાઇક ચોરીને લઇને નોંધવામાં આવેલા ગુનાની તપાસમાં જવાનને બાતમીદાર ફળ્યો હોવાથી સફળતા મળી છે. એક સાથે 5 બાઇક રિકવર કરવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. સાથે જ 5 બાઇક ચોરીની ગુનાઓ પણ ઉકેલાયા છે.

આગવી ઢબે પુછપરછ કરવામાં આવી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, નંદેસરી પોલીસ મથકમાં તાજેતરમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો. તે અંગે બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળતા નંદેસરી પોલીસ મથકના જવાનો વિજયભાઇ હરમાનભાઇ ગોહિલ (રહે. સોમનાથનગર, રામગઢ, અનગઢ) અને ચિરાગ ટીનાભાઇ વાદી (રહે. રણોલી, મહાદેવ મંદિ પાસે, વડોદરા) સુધી પહોંચ્યા હતા.આરોપી વિજયભાઇ હરમાનભાઇ ગોહિલ (રહે. સોમનાથનગર, રામગઢ, અનગઢ) ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે વટાણા વેરી દીધા હતા. તેણે તેણે પ્રદિપસિંહ ઉર્ફે પ્રવિણસિંહ ગોહિલ (રહે. રૂપાપુરા ગામ, વડોદરા) સાથે મળીને નંદેસરી, જવાબરનગર, અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવા અંગેની જાણકારી આપી હતી.

Advertisement

5 બાઇક રિકવર કરવામાં આવી

જે બાદ પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નંદેસરી, જવાહરનગર, ગોરવા પોલીસ મથક મળી કુલ 5 ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. સાથે જ 5 બાઇક રિકવર કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં વિજયભાઇ હરમાનભાઇ ગોહિલ (રહે. સોમનાથનગર, રામગઢ, અનગઢ) અને ચિરાગ ટીનાભાઇ વાદી (રહે. રણોલી, મહાદેવ મંદિ પાસે, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પ્રદિપસિંહ ઉર્ફે પ્રવિણસિંહ ગોહિલ (રહે. રૂપાપુરા ગામ, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં રૂ. 1.25 લાખ ઉપરાંતને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Advertisement

ચક્રોગતિમાન કર્યા

ઉપરોક્ત કાર્યવાહી બાદ પોલીસ જવાનોએ વોન્ટેડ પ્રદિપસિંહ ઉર્ફે પ્રવિણસિંહ ગોહિલ (રહે. રૂપાપુરા ગામ, વડોદરા) ને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હવે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : ISKON મંદિરના ચોરને પરચો બતાવતી PCB

Tags :
Advertisement

.

×