Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ, વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવા માંગ

વડોદરા (VADODARA) ની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપીત કરવા માટે સુરસાગર (SURSAGAR) પાસેના પદ્માવતિ શોપીંગ સેન્ટરને દુર કરવાની તૈયારીઓ વચ્ચે આજે વેપારીઓ દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમને તૈયાર વૈકલ્પીક વ્યવસ્થા આપવામાં નહિ આવે...
vadodara   પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ  વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવા માંગ
Advertisement

વડોદરા (VADODARA) ની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપીત કરવા માટે સુરસાગર (SURSAGAR) પાસેના પદ્માવતિ શોપીંગ સેન્ટરને દુર કરવાની તૈયારીઓ વચ્ચે આજે વેપારીઓ દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમને તૈયાર વૈકલ્પીક વ્યવસ્થા આપવામાં નહિ આવે ત્યાં સુધી અમે અહિંયાની દુકાનો છોડીશું નહિ. ટીમ વડોદરાના નેજા હેઠળ કરવામાં આવેલા પ્રયાસને હાલ પુરતુ ગ્રહણ લાગવા જઇ રહ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

માંગના સમર્થનમાં બંધ પાળીને વિરોધ

વડોદરાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા શહેરના ઐતિહાસીક ધરોહર વચ્ચે આવતા પદ્માવતી શોપીંગ સેન્ટરને ખસેડવા માટેના પ્રયત્નો ટીમ વડોદરાના નેજા હેઠળ કરવામાં આવ્યા હતા. જેમાં ગઇકાલ સુધી બધુ બરાબર હતું. આજે વેપારીઓ દ્વારા નવી વૈકલ્પીક વ્યવસ્થા તૈયાર કરીને આપવામાં ન આવે ત્યાં સુધી પદ્માવતી શોપીંગ સેન્ટરની દુકાનો ખાલી નહિ કરીએ તેમ જણાવવામાં આવી રહ્યું છે. વેપારીઓએ તેમની માંગના સમર્થનમાં આજે બંધ પાળીને વિરોધ દર્શાવ્યો છે.

Advertisement

વેપારીઓ ત્રણ વર્ષ રસ્તા પર તો બેસી ન શકીએ

વેપારી જણાવે છે કે, અમે લોકો કારેલીબાગમાં જગ્યા સ્વિકારવા માટે રાજી છીએ. પરંતુ જ્યાં સુધી ત્યાં જગ્યા નહિ બનાવી આપવામાં આવે ત્યાં સુધી અમે ખાલી નહિ કરીએ. અમે ત્રણ વર્ષ સુધી ક્યાં જઇશું. ત્યા સ્વૈચ્છિક અમને બનાવી આપે પછી અમે જઇશું. વૈકલ્પિક વ્યવસ્થા તો જોઇએ. અમે વેપારીઓ ત્રણ વર્ષ રસ્તા પર તો બેસી ન શકીએ.આજે અમે માર્કેટ બંધ રાખી છે. આજે 235 જેટલી દુકાનો બંધ રાખવામાં આવી છે.

Advertisement

અમે જગ્યા નહિ છોડીએ

અન્ય વેપારી જણાવે છે કે, જ્યાર સુધી અમને વૈકલ્પિક તૈયાર જગ્યા ન મળે ત્યાં સુધી અમે અહિંયા ખાલી નહિ કરીએ. તંત્ર જોડે છેલ્લી વાત મુજબ, જ્યાં સુધી નવી જગ્યા તૈયાર ન થાય ત્યાં સુધી અમે જગ્યા નહિ છોડીએ. વેપારીઓ સ્થળાંતરિત થવા માટે તૈયાર છે.

વેપારીઓ જોડે સંવાદ સાધીને જ આગળનુ કામ પાર પાડવામાં આવી રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાનું પદ્માવતી શોપીંગ સેન્ટર જુનું અને જાણીતું છે. આ શોપીંગ સેન્ટરની એક તરફ સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની મૂત્તિ છેે. તો બીજી તરફ ઐતિહાસીક ન્યાય મંદિર અને તેની પાસે ઐતિહાસીક ગેટ આવેલો છે. તમામ વેપારીઓ જોડે સંવાદ સાધીને જ આગળનુ કામ પાર પાડવામાં આવી રહ્યું છે. ત્યારે પદ્માવતી શોપીંગ સેન્ટર દુર કરીને શહેરની ઐતિહાસીક ઓળખ વધુ સ્પષ્ટ બનાવવાના ઉદ્દેશ્યને હાલ પુરતુ ગ્રહણ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : વિતેલા 3 વર્ષમાં 84 વિદેશી લોકો ભારતીય નાગરિક બન્યા, જાણો શું આપ્યા કારણ

Tags :
Advertisement

.

×