Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પિતા જોડે થતી ગેરવર્તણુંક રોકવા જતા મળ્યો માર

VADODARA - PADRA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં ખેતરમાં આવવા તથા તેના રસ્તાનો ઉપયોગ કરવા અંગે ત્રણ શખ્સો દ્વારા આધેડ જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આ અંગે કહેવા જતા યુવકને માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકના હાથના ભાગે...
vadodara   પિતા જોડે થતી ગેરવર્તણુંક રોકવા જતા મળ્યો માર
Advertisement

VADODARA - PADRA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં ખેતરમાં આવવા તથા તેના રસ્તાનો ઉપયોગ કરવા અંગે ત્રણ શખ્સો દ્વારા આધેડ જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આ અંગે કહેવા જતા યુવકને માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકના હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેને ત્રણ ફ્રેક્ચર થયા હોવાનું નિદાન થયું હતું. સમગ્ર ઘટનાને લઇને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

તમારે અમારા ખેતરમાં આવવું નહી

પાદરા પોલીસ મથકમાં સુરેશભાઇ જશુભાઇ પરમાર (રહે. પીપળી ગામ, ઇન્દિરા આવાસ કોલોની, પાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 11 મે ના રોજ રાત્રે તેઓ જમી પરવારીને ઘરના સભ્યો બેઠા હતા. દસ વાગ્યે તેઓ ખેતરમાં ગયા હતા. અને જ્યાં ભેંસો બાંધવા માટે ઝુંપડી બનાવી છે ત્યાં સુવા માટે ગયા હતા. ત્યાં ઘરે ગામના કિરણભાઇ મોહનભાઇ પરમાર તથા અજયભાઇ મોહનભાઇ પરમાર અને બાજુના ખેતરમાં રહેતા મિતેષઆઇ શાંતીલાલ પઢીયાર આવીને બેઠા હતા. થોડી વારમાં તેઓ ઝુંપડી પાસે આવ્યા હતા. અને પિતાને કહેવા લાગ્યા કે, તમારે અમારા ખેતરમાં આવવું નહી અને આ ખેતરના રસ્તેથી જવું પણ નહી.

Advertisement

લાકડી વડે માર મારતા તેઓ પડી ગયા

જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને કહ્યું કે, કેમ તુ મારા પપ્પા સાથે બોલાચાલી કરે છે. આમ કહેતા જ તમામ ઉશ્કેરાઇ ગયા હતા. અને મિતેષે કહ્યું કે, તમારે મારા ખેતરમાં આવવું નહી. અને આ રસ્તાનો આવવા-જવા માટે પણ ઉપયોગ કરવો નહી. તેમ કહ્યા પછી તેણે હુમલો કરી દીધો હતો. લાકડી વડે માર મારતા તેઓ પડી ગયા હતા. જે બાદ તમામે એકત્ર થઇને પિતાને પણ માર મારવાનું શરૂ કરી દીધું હતું. અને કહેવા લાગ્યા કે, જો ફરીથી આ ખેતરમાં આવ્યો છું કે આ ખેતરના રસ્તાનો ઉપયોગ કર્યો છે, તો તને અને તારા પરિવારમાંથી કોઇને જીવતા નહી રહેવા દઇએ. તેની ધમકી આપી ત્રણેય નાસી ગયા હતા.

Advertisement

ઓપરેશન કરાવવાનું તબિબિ સુચન

ઘટનામાં ઇજાગ્રસ્ત સુરેશભાઇને 108 મારફતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં હાથમાં ત્રણ અલગ અલગ ફ્રેક્ચર થયા હોવાનું નિદાન થયું હતું. અને તેનું ઓપરેશન કરાવવાનું તબિબિ સુચન મળ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે મિતેષભાઇ શાંતિલાલ પઢીયાર, કિરણભાઇ મોહનભાઇ પરમાર અને અજયભાઇ મોહનભાઇ પરમાર (ત્રણેય રહે. પીપળી, પાદરા, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : સગીરાના સ્નેપચેટમાં I LOVE YOU નો મેસેજ જોતા જ ભડકો

Tags :
Advertisement

.

×