ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાછલા દરવાજેથી દિયરે પ્રવેશી ભાભી સામે ખોટી માંગ મુકી, પતિએ કહ્યું. "શું પ્રુફ છે ?"

VADPDARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં નાની મોટી વાતે પરિણીતાને સાસરીયાઓ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. દિયરે તો એક રાત્રે પાછલા દરવાજેથી પ્રવેશ મેળવીને ભાભી સામે ખોટી માંગ પણ મુકી દીધી હતી. બાદમાં તેણે બુમાબુમ કરતા બધા...
03:39 PM May 27, 2024 IST | PARTH PANDYA
VADPDARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં નાની મોટી વાતે પરિણીતાને સાસરીયાઓ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. દિયરે તો એક રાત્રે પાછલા દરવાજેથી પ્રવેશ મેળવીને ભાભી સામે ખોટી માંગ પણ મુકી દીધી હતી. બાદમાં તેણે બુમાબુમ કરતા બધા...

VADPDARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં નાની મોટી વાતે પરિણીતાને સાસરીયાઓ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. દિયરે તો એક રાત્રે પાછલા દરવાજેથી પ્રવેશ મેળવીને ભાભી સામે ખોટી માંગ પણ મુકી દીધી હતી. બાદમાં તેણે બુમાબુમ કરતા બધા આવી ગયા હતા. આ અંગે પતિએ પુછતા તેણે સાફ કહી દીધું શું પ્રુફ છે. આખરે આ મામલે પરિણીતાએ 7 સાસરીયાઓ વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારો છોકરો ગમે તે કરશે

પાદરા પોલીસ મથકમાંં પરિણીતા કોમલ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2023 માં તેમના લગ્ન પાદરામાં થયા હતા. લગ્નના ચાર મહિના બાદ ધ્યાને આવ્યું કે પતિને અન્ય છોકરીઓ સાથે આડા સંબંધો છે. આ અંગે નણંદ અને સાસુને વાત કરતા, તે કોઇ છોકરી સાથે સંબંધ નહિ રાખે તેમ જણાવ્યું હતું. છતા પતિએ આડાસંબંધો ચાલુ જ રાખ્યા હતા. બાદમાં સાસુ-સસરાને વાત કરતા તેમણે કર્યું છે, મારો છોકરો ગમે તે કરશે, બાદમાં બોલાચાલી થઇ હતી.

તારા પગલાં સારા નથી

તે બાદ પતિની પ્રેમિકા દ્વારા તેઓને ધમકી આપવામાં આવી હતી. કહેતી કે, તારા પતિએ મારી ઝીંગદી બગાડી નાંખી છે. તો હું હવે તેને નહી છોડું. આ બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. બાદમાં પ્રેમિકાની સગાઇ થઇ જતા પતિએ તે તોડાવી નાંખી હતી. બાદમાં આ મામલે મારામારી થઇ હતું, જેનું અંતે સમાધાન થયું હતું. બાદમાં પતિ અને નણંદે કહ્યું કે, તારા પગલાં સારા નથી. જેથી મારા દાદી મરી ગયા છે. આમ કરીને ઝઘડો કરતા હતા. તેવામાં કોમલ ઘરે કામ કરતી હોય ત્યારે દિયર અડપલાં કરતો હતો. તે રાત્રે સુવા જાય ત્યારે દિયર ફોન કરીને બિભત્સ માંગણીઓ કરતો હતો. અને રૂમનો દરવાજો ખોલવાનું કહેતો હતો. એક રાત્રે તેઓ રૂમમાં ઉંઘતા હતા, ત્યારે દિયર ઘરના ધાબા પરથી રૂમના પાછળના દરવાજેથી આવી ગયો હતો. અને ગંદી માંગણી કરવા લાગી હતી. જેથી કોમલે બુમાબુમ કરતા બધા દોડી આવ્યા હતા.

આવી ઘરની વાતો મને કરવાની નહી

આ વાત અંગે પતિને કહેતા તેણે કહ્યું કે, આવી વાત મને કરવાની નહી, તારી જોડે શું પ્રુફ છે ? બાદમાં પતિએ આ વાતો સાસુને કહેવા જણાવ્યું હતું. સાસુને કહેવા જતા તેઓ બોલ્યા કે, એ તારો દિયર છે, તારી જોડે મસ્તી કરે છે. બાદમાં આ વાત કોમલે સસરાને કહી હતી, તેમણે સામે કહ્યું કે, આવી ઘરની વાતો મને કરવાની નહી, મને બીપીનો પ્રોબ્લેમ છે, મને કંઇ થશે તો બધુ તારા પર ઢોળી દઇશ, જેમાં તું અને તારા પપ્પા શું કરી દેવાના. બાદમાં ઘરના અન્ય સભ્યો જોડે બોલાચાલી થતી રહેતી હતી. પરંતુ તે મુંગા મોઢે સહન કરતી હતી.

મીસ કેરેજ થઇ ગયું

બાદમાં નણંદ અને નણંદોઇએ કહ્યું કે, તું તારા પિયરથી કંઇ લાવી નથી. તારા માં-બાપને કહે કે, રૂ. 6 લાખ મોકલાવે, નહિ તો છુટાછેડા આપી દે. બાદમાં કોમલ પ્રેગનેન્ટ થઇ હતી. હોસ્પિટલમાં દવાઓની આડઅરસના કારણે તે બિમાર થઇ હતી. તેવામાં સાસરીયાઓ તેને પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ મીસ કેરેજ થઇ ગયું હતું. દિવસો વિત્યા બાદ કોમલે પતિને પરત લઇ જવા કહ્યું પરંતું તે આવ્યો ન્હતો.

ફરિયાદ દાખલ કરવામાં આવી

આખરે નાની-મોટી વાતોને લઇે ત્રાસ આપતા વિશ્વાસ દિપકભાઇ સોલંકી, દિપક કંચનભાઇ સોલંકી., ચંદ્રિકાબેન દિપકભાઇ સોલંકી, રૂત્વિક દિપકભાઇ સોલંકી, સોનાલી ગૌતમભાઇ સોલંકી, ઉર્વશી પંકજભાઇ સોલંકી, ગૌતમ ડાહ્યાભાઇ સોલંકી, પંકજ સોલંકી (તમામ રહે. પાદરા, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : મળસ્કે ચાર વાગ્યે પત્નીએ કહ્યું, “દિકરી તેની પથારીમાં નથી”

Tags :
againstComplaintsendlessfileharassmentsin-lawsMarriedPadrapoliceVadodarawoman
Next Article