Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દારૂને લઇ મુકેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મામલો બિચક્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરામાં સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પ્લેટફોર્મ ફેસબુક (FACEBOOK) પર દારૂને લઇ મુકેલી પોસ્ટ (POST) બાદ મામલે બિચક્યો હતો. પોલીસ ફરિયાદમાં આરોપ છે કે, પોસ્ટ મામલે સમાધાન કરવા ભેગા થતા તેની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા....
vadodara   દારૂને લઇ મુકેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મામલો બિચક્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરામાં સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પ્લેટફોર્મ ફેસબુક (FACEBOOK) પર દારૂને લઇ મુકેલી પોસ્ટ (POST) બાદ મામલે બિચક્યો હતો. પોલીસ ફરિયાદમાં આરોપ છે કે, પોસ્ટ મામલે સમાધાન કરવા ભેગા થતા તેની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા. જે આપવાની તેણે ના પાડતા મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. આખરે વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવી પડી હતી. અને આ મામલે પાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આશીષ ઝાલા સામે થોડાક દિવસો પહેલા પ્રોહિબીશનનો ગુનો દાખલ

પાદરા પોલીસ મથકમાં હિતેન્દ્ર ઇશ્વરભાઇ રોહિત (રહે. ધાયજ, રોહિતવાસ, ભાથીજી મંદિર સામે, પાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું ખાનગી કંપનીમાં ટેકનીશીયન તરીકે નોકરી કરૂં છું. પાદરાનો આશીષ ઝાલા મારો મિત્ર છે. 6 માર્ચે હું વડોદરા રેલવે સ્ટેશન દારૂ લેવા માટે ગયો અને પકડાઇ ગયો હતો. મિત્ર આશીષ ઝાલા સામે પણ થોડાક દિવસો પહેલા પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો હતો. પાદરાનાના લુણા ખાતે રહેતા ભાવિન પાટણવાડિયાએ ફેસબુક પર લખ્યું હતું કે, પાદરાના ધાયજ ગામનો સ્કોચ દારૂનો બુટલેગર કોણ ? રેલવે પોલીસમાં 20 દિવસ પહેલા 50 બોટલ સાથે પકડાયેલ વ્યક્તિ આશીષ ઝાલાની 70 પેટી દારૂનો પાર્ટનર ? અને પોસ્ટ મુકી હતી.

Advertisement

રાત્રે પોણા દસ વાગ્યે ઘર પાસે ભાવિન, વિનોદ રોહિત હાજર

ફરિયાદ અનુસાર, આ અંગે ભાવિન પાટણવાડિયાને ફોન કરતા તેણે જવાબ આપ્યો ન હતો. જેથી મિત્ર કાર્તિક પઢીયારને ફોન કરીને જણાવ્યું કે, ભાવિન મને બદનામ કરે છે. તેની સાથે વાત કરાવો. તેવામાં લુણા ગામે રહેતા અન્ય મિત્ર વિનોદ રોહીતે ફોન કરી જણાવ્યું કે, ભાવિન તને સમાધાન કરવા માટે લુણા ગામે બોલાવે છે. હું તમારૂ સમાધાન કરાવું. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યે ઘર પાસે ભાવિન, વિનોદ રોહિત હાજર હતા. ત્યારે ભાવિને કહ્યું કે, આજે તો તારા વિરૂદ્ધ ફેસબુક ઉપર પોસ્ટ ચઢાવી છે. કાલે તો તારો વિડીયો ચઢાવીશ. તારે ફેસબુક પોસ્ટ બાબતે સમાધાનના પૈસા આપવા હોય તો આપી દે. જો કે, હિતેન્દ્ર પૈસા આપવાની ના પાડી દે છે.

Advertisement

ભાવિન પાટણવાડિયા ફેસબુક લાઇવ કરે છે

ફરિયાદ અનુસાર, જે બાદ વાતાવરણ તંગ બનતા ઝપાઝપી થાય છે. અને હિતેન્દ્રને મિત્ર તેના ઘરમાં લઇ જાય છે. જે બાદ ભાવિન પાટણવાડિયા ફેસબુક લાઇવ કરે છે. અને ધારાસભ્ય, ચૈતન્યસિંહ ઝાલા સહિત અનેકને લઇને બેફામ બોલે છે. તેવામાં પોલીસ આવી જાય છે. અને બંનેને પોલીસ મથક લઇ જવામાં આવે છે. આખરે ઉપરોક્ત મામલે ભાવીનભાઇ હસમુખભાઇ પાટણવાડિયા (રહે. નવીનગરી, લુણા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો --VADODARA : પુત્રીને મળવા આવેલા પિતાને ધમકી, “તને પુરો કરી નાંખીશું”

Tags :
Advertisement

.

×