Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બિમારીનો ઉપાય કાઢવાના ઝાંસામાં લઇ શખ્સે મહિલાની વારંવાર લાજ લૂંટી

VADODARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં રહેતી મહિલાની બિમારી દુર કરવાના ઝાંસામાં લઇ શખ્સે વારંવાર લાજ લૂંટી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. શખ્સે મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સાથે જ તેણે...
vadodara   બિમારીનો ઉપાય કાઢવાના ઝાંસામાં લઇ શખ્સે મહિલાની વારંવાર લાજ લૂંટી
Advertisement

VADODARA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં રહેતી મહિલાની બિમારી દુર કરવાના ઝાંસામાં લઇ શખ્સે વારંવાર લાજ લૂંટી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. શખ્સે મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સાથે જ તેણે સોનાના દાગીના તથા રોકડા રૂપિયા પણ પડાવ્યા હતા. આખરે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં લંપટ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બુટ્ટી, ચેઇન, તથા રોકડા પડાવ્યા

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરામાં રહેતી મહિલાને માઇગ્રેન, અનિંદ્રા અને માનસીક તણાવની સમસ્યા રહેતી હતી. જેને લઇને તેઓ અમીતભાઇ ચમનલાલ માંડલીયા (રહે. સુંદરીયાણા, ગામ - મંડાલીયા શેરી, રાણપુર-બોટાદ) ના સંપર્કમાં આવ્યા હતા. તેમણે મહિલાની બિમારીના ઉપાયના બહાને વિશ્વામાં લઇને તેમની પાસેથી સોનાની બુટ્ટી, ચેઇન, તથા રોકડા રૂ. 1 લાખ લઇ લીધા હતા.

Advertisement

સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

ત્યાર બાદ અમીતભાઇ ચમનલાલ માંડલીયાએ મહિલાની બિમારીના ઉપાય અને સાધના કરવાનું જણાવી વારંવાર તેની લાજ લૂંટી દુષ્કર્મ આચર્યું હતું. અને મહિલાની મરજી વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. મહિલાએ પ્રતિકાર કરતા તેણીને આધાતજનક ધમકીઓ આપવામાં આવી હતી. આખરે ત્રસ્ત મહિલાએ સમગ્ર ઘટનાને લઇને આરોપી અમીતભાઇ ચમનલાલ માંડલીયા (રહે. સુંદરીયાણા, ગામ - મંડાલીયા શેરી, રાણપુર-બોટાદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ, વિશ્વાસઘાત અને છેતરપીંડિ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો કસાયો

Tags :
Advertisement

.

×