Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાલીઓ પરનું પાઠ્યપુસ્તકોનું ભારણ ઘટાડશે "મેળો"

VADODARA : વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન (VADODARA PARENTS ASSOCIATION) દ્વારા પુસ્તક વિનિમય મેળો - 2024 (BOOK FAIR) નું 31, માર્ચ રવિવાર (SUNDAY) ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની વિશેષતા છે કે, તે વાલીઓ પર શાળાના વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકોનું ભારણ ઘટાડશે....
vadodara   વાલીઓ પરનું પાઠ્યપુસ્તકોનું ભારણ ઘટાડશે  મેળો
Advertisement

VADODARA : વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન (VADODARA PARENTS ASSOCIATION) દ્વારા પુસ્તક વિનિમય મેળો - 2024 (BOOK FAIR) નું 31, માર્ચ રવિવાર (SUNDAY) ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની વિશેષતા છે કે, તે વાલીઓ પર શાળાના વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકોનું ભારણ ઘટાડશે. છેલ્લા 7 વર્ષથી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આ પ્રકારે પુસ્તક મેળો યોજીને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જગ્યા ખાલી હોવાથી નિમણુંક કરવા માટે તાકીદ કરવામાં આવી હતી

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શહેરભરમાં મનફાવે તેમ ફી વસુલતી શાળાઓ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એસો. દ્વારા શાળાઓ ફી રેગ્યુલેશન કમિટિ દ્વારા સુચિત ફી લેવામાં આવે, અને કોઇ પણ વધારાના એક્ટીવીટી ચાર્જ વાલીઓ પાસેથી વસુવામાં ન આવે તે સહિતના મુદ્દાઓને લઇને લાંબા સમયથી લડત આપવાનું જારી છે. તાજેતરમાં પણ વડોદરા ઝોનમાં એફઆરસી કમિટિમાં ત્રણ હોદ્દેદારોની જગ્યા ખાલી હોવાથી તેની નિમણુંક કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ સાથે જ એસોશિયેસન દ્વારા વાલીઓને મદદરૂપ થવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. તેનું જ પરિણામ છે પુસ્તક વિનિમય મેળો - 2024

Advertisement

સીબીએસસી બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આયોજન

વીપીએ દ્વારા આયોજિત પુસ્તક વિનિમય મેળામાં બાળકો દ્વારા આ વર્ષે ઉપયોગમાં લેવામાં આવેલા પાઠ્યપુસ્તકોને પસ્તીમાં ન આપી દેતા તેને નવા વર્ષે તે ધોરણમાં આવનાર વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ મેળામાં સીબીએસસી બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા છેલ્લા 7 વર્ષથી આ પ્રકારના પ્રયાસો કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાઠ્ય પુસ્તકો મફતમાં બાળકોને આપવામાં આવે છે. નવા વર્ષે નવા ધોરણાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ-વાલીઓ આ મેળામાં લઇ પાઠ્યપુસ્તકના ખર્ચનું ભારણ શુન્ય કરી શકે છે.

Advertisement

હાલ ફક્ત એક જ દિવસ માટે યોજાશે મેળો

પાઠ્ય પુસ્તક વિનિમય મેળો - 2024 નું આયોજન 31, માર્ચ - 2024 ના રોજ રવિવારે કરવામાં આવ્યું છે. હાલ ફક્ત એક જ દિવસ માટે આ આયોજન રાખવામાં આવ્યું છે. શહેરના પારસી અગિયારીની બાજુમાં, સ્ટોક એક્સચેન્જની સામે આવેલા વાકળ સેવા કેન્દ્રમાં સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મેળો ચાલશે. સાથે જ જરૂરીયાતમંદ લોકો રાહત દરે નોટબુક-લોંગબુક મેળવી શકે તેવી વ્યવસ્થા પણ વીપીએ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --VADODARA : એક જ ટ્રક બે વખત અકસ્માતનો ભોગ બન્યો

Tags :
Advertisement

.

×