Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બુટલેગરે જમીનમાં સંતાડેલો દારૂ શોધી કાઢતી PCB

VADODARA : વડોદરા પીસીબી (VADODARA) દ્વારા બુટલેગર દ્વારા જમીનમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર સહિત ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જમીનમાં ગબ્બાઓ બનાવ્યા વડોદરા...
vadodara   બુટલેગરે જમીનમાં સંતાડેલો દારૂ શોધી કાઢતી pcb
Advertisement

VADODARA : વડોદરા પીસીબી (VADODARA) દ્વારા બુટલેગર દ્વારા જમીનમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર સહિત ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

જમીનમાં ગબ્બાઓ બનાવ્યા

વડોદરા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ (PCB - VADODARA) શાખા દ્વારા શહેરમાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં એએસઆઇ તથા પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, લીસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ દ્વારા દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે. તેણે સાંઇનાથ કોમ્પલેક્ષ વુડાના મકાનો બ્લોક નંબર - 02 માં રૂમ નંબર 06 માં ડિમ્પલબેન તથા અન્ય મકાનમાં ભુમિકાબેનના ઘરે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો છે. તથા વુડાના મકાનના બ્લોકની દિવાલ પાછત પતરાના છાપરામાં અલગ અલગ જગ્યાઓ પર જમીનમાં ગબ્બાઓ બનાવીને ઇંગ્લીશ દારૂ છુપાવવામાં આવ્યો છે.

Advertisement

બે મહિલાની અટકાયત કરી

આ દારૂનો ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના માણસો રાહુલ, અમિત તથા બાદલ મોપેડ મારફતે તેનું છુટ્ટકમાં વેચાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ધર્મેન્દ્ર દારૂનું છુટ્ટક વેચાણ કરે છે. બાતનીના આધારે પીસીબીની ટીમ દ્વારા સ્થળ પર રેડ કરીને મકાનમાં તેમજ જમીનના ગબ્બાઓમાં રાખેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે જ બે મહિલાની અટકાયત કરી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં બે મહિલાઓને ઝડપી પાડીને મકરપુરા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ચાર વોન્ટેડ

ઉપરોક્ત કાર્યવાહીમાં ડિમ્પલબેન રાહુલભાઇ વાદી, હંસાબેન ઉર્ફે ભુમિકાબેન હાહ્યાભાઇ વાદી (બંને રહે. સાંઇધામ કોમ્પલેક્ષ, વુડાના મકાન) ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઇ કનિજા (રહે. તરલાસી), રાહુલ, અમિત, બાદલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હંસાબેન સામે મકરપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયે છે. જ્યારે ધર્મેન્દ્ર સામે મકરપુરા પોલીસ મથકમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી મોર્ગેજ કરી બેંકને ચુનો ચોપડતા પિતા-પુત્ર

Tags :
Advertisement

.

×