Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નવું સત્ર શરૂ થતા ફી વધારા સહિતના મુદ્દે વાલીઓની મહત્વની બેઠક

VADODARA : વડોદરા (VADODARA) માં શાળાનું નવું સત્ર શરૂ થતા જ ફી વધારાને લઇને ફરિયાદો ઓલ ગુજરાત વાલી મંડળ સુધી પહોંચી રહી છે. જેને લઇને રવિવારે મહત્વની બેઠકનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં ફી સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા હાથ...
vadodara   નવું સત્ર શરૂ થતા ફી વધારા સહિતના મુદ્દે વાલીઓની મહત્વની બેઠક
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં શાળાનું નવું સત્ર શરૂ થતા જ ફી વધારાને લઇને ફરિયાદો ઓલ ગુજરાત વાલી મંડળ સુધી પહોંચી રહી છે. જેને લઇને રવિવારે મહત્વની બેઠકનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં ફી સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર હોવાનું અગ્રણી જણાવી રહ્યા છે.

તમામને જોડાવવા માટે અપીલ

વડોદરામાં શાળાનું નવું સત્ર શરૂ થતા જ કેટલીક શાળાના સંચાલકો દ્વારા એફઆરસીથી વધુ ફીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઓલ ગુજરાત વાલી મંડળ અગ્રણી સુધી પહોંચી છે. જેનું નિરાકરણ લાવવામાં માટે રવિવારે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાઓ દ્વારા કરવામાં આવેલી ફી વધારા સહિતના મુદ્દે ચર્ચા થશે. અગ્રણી દ્વારા તમામને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે.

Advertisement

જગ્યા ભરવામાં આવે

ઓલ ગુજરાત વાલી મંડળના વડોદરાના અગ્રણી દિપક પાલકર જણાવે છે કે, આજથી સ્કુલો ખુલી ગઇ છે. ચૂંટણી પણ હવે પતી ગઇ છે. જે તે સમયે ચૂંટણીનો માહોલ હતો, આચાર સંહિતા લાગુ હતી, જેથી એફઆરસી (ફી રેગ્યુલેશન કમિટી) માં ખાલી પડતી જગ્યા આચાર સંહિતાને લઇને ભરવામાં આવી ન્હતી. આજે પણ તે જગ્યા ખાલી છે. અમારી માંગ છે કે, ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે. સ્કુલ વાળા દ્વારા ફી વધારાની માંગણી કરવામાં આવી છે. જેને ડોક્યૂમેન્ટ્સ જોઇને તે પાસ કરવાનું હોય છે. શાળાઓ દ્વારા ફી વધારવા માટે માંગણી કરી છે,

Advertisement

કોના કહેવા પર થયો

વધુમાં તેમણે જણાવ્યું કે, આજની તારીખે તે સંદર્ભે કોઇ ઓર્ડર પાસ થયો નથી. તો સ્કુલ કયા હિસાબે ફી વધારે લઇ શકે, મને ઘણી શાળાઓમાંથી મેસેજ મળે છે કે, ફીમાં વધારો થઇ ગયો છે. કોના કહેવા પર થયો છે, એફઆરસીમાં કોઇ મીટીંગ થઇ નથી. ફી વધારા અંગેનું વર્ગીકરણ પણ તેઓ આપવા તૈયાર નથી. ઘણી એવી શાળાઓ છે જે, ફરજીયાત જમવાના નામે પૈસા ઉઘરાવે છે. સ્કુલો ખુલી એટલે હવે ફરિયાદો આવવાની શરૂ થઇ ગઇ છે. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે રવિવારે કમાટીબાગમાં મીટીંગ બોલાવી છે. તમામ વાલીઓને જોડાવવા માટે અપીલ કરું છું. હું તમારી સાથે જ છું.

આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશન ન મળતા વિદ્યાર્થી-વાલીઓનો વિરોધ

Tags :
Advertisement

.

×