Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્માર્ટ વિજ મીટરનો કકળાટ આજે પણ યથાવત

VADODARA : વડોદરાના અકોટા વિસ્તારમાં મુકવામાં આવેલા સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) હટાવવાની માંગ સાથે સ્થાનિકોનો મોરચો અકોટા કચેરીએ પહોંચ્યો છે. સ્થાનિકો જણાવે છે કે, અમારે ખર્ચો મોંઘો પડી રહ્યો છે. મીટર લગાડવા આવ્યા ત્યારે અમને...
vadodara   સ્માર્ટ વિજ મીટરનો કકળાટ આજે પણ યથાવત
Advertisement

VADODARA : વડોદરાના અકોટા વિસ્તારમાં મુકવામાં આવેલા સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) હટાવવાની માંગ સાથે સ્થાનિકોનો મોરચો અકોટા કચેરીએ પહોંચ્યો છે. સ્થાનિકો જણાવે છે કે, અમારે ખર્ચો મોંઘો પડી રહ્યો છે. મીટર લગાડવા આવ્યા ત્યારે અમને કોઇ જાણ નથી કરી. અમને જાણ કરી હોત તો અમે તેમને અટકાવ્યા હોત. બે દિવસ લાઇટ વગર રહ્યા બાદ વિજ કચેરીથી જણાવવામાં આવ્યું કે, સ્માર્ટ વિજ મીટર રીચાર્જ કરો. અમને રીચાર્જ કરતા નથી આવતું. અમારે સ્માર્ટ મીટર નથી જોઇતા.

સ્થાનિક વિજ કચેરીએ મોરચો

વડોદરામાં ચૂંટણીના મતદાન બાદથી શરૂ થયેલો સ્માર્ટ વિજ મીટરનો કકળાટ આજદિન સુધી જારી છે. સ્માર્ટ વિજ મીટરને ઇને અનેક મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. જેને લઇને સ્થાનિક વિજ કચેરીએ મોરચો પહોંચી રહ્યો છે. આજરોજ અક્ષરચોક વિસ્તારમાં આવેલા પાર્વતી નગરના રહીશોનો મોરચો વિજ કચેરીએ પહોંચ્યો છે. અને તેમણે વિજ કંપની વિરૂદ્ધમાં નારેબાજી કરી છે.

Advertisement

તેમને અટકાવ્યા હોત

સ્થાનિક મહિલા જણાવે છે કે, અમે પાર્વતી નગરમાં રહીએ છીએ. અમારે જૂના મીટર જોઇએ છે, અમારે નવા મીટર કાઢવા છે. અમારે ખર્ચો મોંઘો પડી રહ્યો છે. સરકારને વિનંતી કે જુનુ મીટર પાછુ આપો. મીટર લગાડવા આવ્યા ત્યારે અમને કોઇ જાણ નથી કરી. અમને જાણ કરી હોત તો અમે તેમને અટકાવ્યા હોત. હવે બીલ આવવા લાગ્યા એટલે ખબર પડી. બે દિવસ લાઇટ વગર રહ્યા બાદ વિજ કચેરીથી જણાવવામાં આવ્યું કે, સ્માર્ટ વિજ મીટર રીચાર્જ કરો. અમને રીચાર્જ કરતા નથી આવતું. આટલું બીલ ભરીએ તો છોકરાઓને ભણાવીએ શેમાં, ખડવાનું શેમાં, તેના ટેન્શનમાં અમે બિમાર પડી રહ્યા છે. સરકારને કહેવાનું કે, બધાને જાણ કરીને કામ કરો, આ તો અમારી સાથે ગદ્દારી થઇ છે. એક મહિના પહેલા પણ અરજી આપી ગયા હતા. પરંતુ કંઇ થયું નથી.

Advertisement

તો લુંટવાના મીટર છે

રહીશ સર્વે જણાવે છે કે, રૂ. 2300 નું રીચાર્જ કર્યું, તે 10 દિવસમાં પૂર્ણ થઇ ગયું છે. આ પોષાય ! પહેલા અમારૂ રૂ. 3 હજાર બીલ આવતું હતું. ગરમીમાં રૂ. 10 હજાર મહિનાનું બીલ આવતું હતું. સ્માર્ટ મીટરનો મતલબ તેવો હોવો જોઇએ કે, દરેકને ફાવે, દરેકને પોષાય. આ મીટર તો લુંટવાના મીટર છે, બીલમાં એટલુ વેરીએશન આવે કે, જયારે ખુબ વાપરીએ ત્યારે ઓછું બતાવે અને ઓછું વાપરીએ ત્યારે ઉંચુ બતાવે. આ બગડેલા મીટરો જ છે, તે લોકો લગાવી ગયા છે. અમારે ચેક મીટર જોઇતું નથી. જુના મીટરોમાં શું તકલીફ હતી કે નવા મીટરો લગાવી ગયા.

આ પણ વાંચો -- VADODARA : બિયારણ અને ખાતરનો રૂ. 1.24 કરોડનો જથ્થો અટકાવાયો, 11 ને નોટીસ

Tags :
Advertisement

.

×