Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શાળા બહાર બાંધેલો મંડપ માત્ર કમાણી માટે જ ઉપયોગી

VADODARA : વડોદરા (VADODARA) માં બોર્ડના પરીક્ષા (BOARD EXAM) કેન્દ્ર બહાર મુકવામાં આવેલા મંડપનો કોઇ ઉપયોગ ન કરી શકે તેવી સ્થિતી થોડાક જ દિવસોમાં થવા પામી છે. જેને લઇને વાલીઓએ જમીન પર બેસવું પડી રહ્યું છે. આ જોતા લાગે છે...
vadodara   શાળા બહાર બાંધેલો મંડપ માત્ર કમાણી માટે જ ઉપયોગી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં બોર્ડના પરીક્ષા (BOARD EXAM) કેન્દ્ર બહાર મુકવામાં આવેલા મંડપનો કોઇ ઉપયોગ ન કરી શકે તેવી સ્થિતી થોડાક જ દિવસોમાં થવા પામી છે. જેને લઇને વાલીઓએ જમીન પર બેસવું પડી રહ્યું છે. આ જોતા લાગે છે કે આ મંડમ માત્ર માલિકને પૈસા કમાઇ આપશે, તે સિવાય તે કોઇના ઉપયોગમાં ન લાગે તેવું હાલ જોવા મળી રહ્યું છે.

વાલીઓ બહાર બેસીને વાટ જોતા હોય છે

વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપતા હોય છે, ત્યારે વાલીઓ બહાર બેસીને તેમની વાટ જોતા હોય છે. વાલીઓની સુવિધા માટે શાળા બહાર મંડપ બાંધવામાં આવતા હોય છે. ત્યાપે આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શાળા બહાર બાંધેલો મંડપનું ઉપરનું હુડ નીચે આવી ગયું છે. ચાર છેડા પૈકી બે છેડામાંથી બહાર આવી નીચે પડ્યું છે. જેને કારણે મંડપ ઉપરથી ખુલ્લો થઇ ગયો છે.

Advertisement

મંડપની અવદશાને કારણે જમીન પર બેસવું પડ્યું

આવી સ્થિતીમાં મંડપ કોઇને પણ બેસવા માટેનું યોગ્ય સ્થાન તરીકે બચ્યું નથી. આજે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, અને વાલીઓએ મંડપની અવદશાને કારણે જમીન પર બેસવું પડ્યું છે. જેને લઇને તંત્રની કામગીરીને લઇને રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્ર દ્વારા પૈસાનું ખોટુ પાણી કરવામાં આવ્યું હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.

Advertisement

પહેલા દિવસે ખાલી ફોટો પડાવતા સુધી વ્યવસ્થા સારી હતી

સુત્રો જણાવી રહ્યા છે કે, આ શાળા બહાર પરીક્ષાના પ્રથમ દિવસે કોઇ મંડપ ન હતો. ત્યાર બાદ સંચાલકોના ધ્યાને આવ્યું તો મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આજે મંડપનું છત નીચે આવી જતા હવે તે કોઇ ઉપયોગ લાયક બચ્યો નથી. પહેલા દિવસે ખાલી ફોટો પડાવતા સુધી વ્યવસ્થા સારી હતી. આમ. આ મંડપ માત્ર માલિકને પૈસા જ કમાઇ આપશે, તે સિવાય કોઇના કામે લાગે તેવું નથી.

આ પણ વાંચો --VADODARA : મૃત પતિના અંતિમ દર્શન માટે અભયમની મદદ લેવી પડી

Tags :
Advertisement

.

×