Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SSG હોસ્પિટલના કેન્ટીન સુધી જતા લોકોમાં કચવાટ

VADODARA : વડોદરામાં મધ્યગુજરાત (CENTRAL GUJARAT) ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (GOVERNMENT HOSPITAL) એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) આવેલી છે. હોસ્પિટલ અવાર-નવાર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. હાલ હોસ્પિટલના કેન્ટીન પાસે ગટરના પાણી ફરી વળતા (DRAINAGE WATER OVERFLOW) દર્દીઓના સગાને મુશ્કેલીનો...
vadodara   ssg હોસ્પિટલના કેન્ટીન સુધી જતા લોકોમાં કચવાટ
Advertisement

VADODARA : વડોદરામાં મધ્યગુજરાત (CENTRAL GUJARAT) ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (GOVERNMENT HOSPITAL) એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) આવેલી છે. હોસ્પિટલ અવાર-નવાર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. હાલ હોસ્પિટલના કેન્ટીન પાસે ગટરના પાણી ફરી વળતા (DRAINAGE WATER OVERFLOW) દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેની માંગ ઉઠવા પામી છે.

સુવિધાઓના અભાવે બુમો ઉઠી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. અહિંયા દર્દીઓ વડોદરા, ગુજરાત જ નહિ પરંતુ અનેક રાજ્યોમાંથી આવે છે. અહિંયાના નિષ્ણાંત તબિબો નિદાન માટે માનીતા છે. તો બીજી હકીકત એ પણ છે કે, હોસ્પિટલમાં અવાર-નવાર સુવિધાઓના અભાવના કારણે બુમો ઉઠતી હોય છે. જેને લઇને હોસ્પિટલ ભારે ચર્ચામાં રહેતી હોય છે. એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે છેલ્લા ત્રણ દિવસથી ગટર ઉભરાઇ રહી છે. જેના કારણે ગટરના પાણી કેન્ટીનમાં પ્રવેશ મેળવવાના રસ્તા પર ફેલાયા છે. જેને લઇને કેન્ટીનમાં જવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલ તો ગટરના ફેલાયેલા પાણી વચ્ચે પથ્થરો મુકીને કેડી બનાવવામાં આવી છે. આ વચ્ચે દુર્ગંધનું સામ્રાજ્ય લોકોની મુશ્કેલી વધારી રહ્યું છે.

Advertisement

દર્દીઓના સગાના મનમાં કચવાટની સ્થિતી

આ ગટર ઉભરાવવા પાછળનું કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. પરંતુ દર્દીઓના સગા આ સમસ્યાના કારણે ભારે પરેશાન થઇ રહ્યા છે. પાણીનો ઠંડો બોટલ લેવા કેન્ટીનમાં જતા પણ મનમાં કચવાટ થાય તેવી સ્થિતી જોવા મળી રહી છે. દર્દીની ખબર કાઢવા આવેલા પરિજનો મુશ્કેલી વેઠઈ રહ્યા છે.

Advertisement

અહિંયા ગંદકી ઉભરાઇ રહી છે

સલમાબેન શેથ જણાવે છે કે, ગટર ઉભરાઇ રહી છે. અત્યાર સુધી કોઇ કામગીરી થઇ નથી. દર્દીના સગા ચા-નાશ્તો લેવા આવે ત્યારે મુશ્કેલી પડી રહી છે. આટલી મોટી હોસ્પિટલ છે, અહિંયા ગંદકી ના થવી જોઇએ, તેની જગ્યાએ અહિંયા ગંદકી ઉભરાઇ રહી છે. અહિંયા લાલીયાવાડી ચાલી રહી છે. અમે ત્રણ દિવસથી દુખ વેઠી રહ્યા છે. આ ગંદકી દુર થવી જોઇએ. બ્લોક પર જઇને જવું પડે. પેશન્ટ તો દાખલ છે, પણ બિન આરોગ્યપ્રદ વાતાવરણને લઇને સગાએ પણ દાખલ થવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો -- VADODARA : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ચેતી જજો !

Tags :
Advertisement

.

×