Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA - એક જ દિવસમાં કોરોના અને સ્વાઇન ફ્લૂના ત્રણ દર્દીઓ સારવાર હેઠળ

VADODARA : વડોદરા (VADODARA) માં દિવસે દિવસે કોરોના (CORONA, COVID - 19) અને સ્વાઇન ફ્લૂ (SWINE FLU) ના કેસો માથુ (CASE RAISE) ઉંચકી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વિતેલા 24 કલાકમાં શહેરમાં કોરોના અને સ્વાઇન ફ્લૂ મળી ત્રણ...
vadodara   એક જ દિવસમાં કોરોના અને સ્વાઇન ફ્લૂના ત્રણ દર્દીઓ સારવાર હેઠળ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં દિવસે દિવસે કોરોના (CORONA, COVID - 19) અને સ્વાઇન ફ્લૂ (SWINE FLU) ના કેસો માથુ (CASE RAISE) ઉંચકી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વિતેલા 24 કલાકમાં શહેરમાં કોરોના અને સ્વાઇન ફ્લૂ મળી ત્રણ કેસો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને લોકોએ આનાથી બચવાના ઉપાયો તુરંત શરૂ કરી દેવા પડે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

કોરોના અને સ્વાઇન ફ્લૂના કેસો નોંધાવવાનું શરૂ

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. મોટા મોટા રાજકીય કાર્યક્રમો થઇ રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો તેમાં જોડાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરમાં કોરોના અને સ્વાઇન ફ્લૂના કેસો માથુ ઉંચકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, H1N1 સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાનો એક દર્દી એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં એક H1N1 સ્વાઇન ફ્લૂનો દર્દી સારવાર હેઠળ છે.

Advertisement

ત્રણેયની સારવાર હાલ ચાલી રહી છે

સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, દોડકા ગામના 72 વર્ષિય વૃદ્ધ અને કિશનવાડી વિસ્તારની 63 વર્ષિય મહિલા સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક દર્દી કોરોનાની ચપેટમાં આવતા તેની તબિબિ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કોરોના જણાતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેયની સારવાર હાલ ચાલી રહી છે.

Advertisement

રાજકીય પાર્ટીઓમાં પણ ચિંતાનો માહોલ

કોરોના અને H1N1 સ્વાઇન ફ્લૂના કેસો માથુ ઉંચકી રહ્યા છે ત્યારે આપણે સામાન્ય નાગરિકોએ તેનાથી બચવાના ઉપાયો તાત્કાલિક ઘોરણે અપનાવવા પડશે. ચૂંટણીની પુરજોશ તૈયારીઓ વચ્ચે કોરોના અને H1N1 સ્વાઇન ફ્લૂના કેસો સામે આવતા રાજકીય પાર્ટીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના પ્રચારમાં મહિલા ધારાસભ્ય અને વૃદ્ધા નાચ્યા

Tags :
Advertisement

.

×