Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ની ટીમ દ્વારા ગેમ ઝોન પર તપાસ પૂર્ણ

VADODARA : રાજકોટમાં અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) ની ઘટના સામે આવ્યા બાદ રાતોરાત પાલિકા (VMC - Vadodara) દ્વારા અલગ અલગ વિભાગોના અધિકારીઓની ટીમની રચના કરી હતી. અને શહેરમાં ચાલતા તમામ ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જે તપાસ આજે પૂર્ણ થઇ...
vadodara   vmc ની ટીમ દ્વારા ગેમ ઝોન પર તપાસ પૂર્ણ
Advertisement

VADODARA : રાજકોટમાં અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) ની ઘટના સામે આવ્યા બાદ રાતોરાત પાલિકા (VMC - Vadodara) દ્વારા અલગ અલગ વિભાગોના અધિકારીઓની ટીમની રચના કરી હતી. અને શહેરમાં ચાલતા તમામ ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જે તપાસ આજે પૂર્ણ થઇ હોવાનું સત્તાવાર જણાવવામાં આવ્યું છે. પાલિકા દ્વારા 16 જગ્યાઓએ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

5 ટેમ્પરરી સ્ટ્રક્ચર

પાલિકાની અખબારી યાદી અનુસાર, ટીમ દ્વારા 16 ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પૈકી 11 ઇન્ડોર અને 5 આઉટડોર ગેમ ઝોન હતા. ગેમઝોનની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે, 11 પરમેનેન્ટ બિલ્ડીંગ છે. જે તમામે ફાયર એનઓસી મેળવેલ છે. અને 5 ટેમ્પરરી સ્ટ્રક્ચર છે. જે પૈકી 4 દ્વારા પાલિકાના ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવેલ છે. 1 વુડા વિસ્તારમાં આવ્યું હોવાથી રીજ્યોનલ ઓફિસમાંથી તેમણે ફાયર એનઓસી મેળવ્યું છે.

Advertisement

અતાપી વન્ડરલેન્ડ અને આજવાનો મામલો કોર્ટમાં

ઉપરાંત 16 ગેમ ઝોન પૈકી 10 માં બીયુ પરમીશન મેળવવામાં આવી છે. અને 6 માં બીયુ પરમીશન મેળવવામાં આવી નથી. આ 6 માં ફનફેર, ગોલ્ડન સર્કસ, જોય ટ્રેન અને ટેસ્ટ ઓફ વડોદરાને બીયુ પરમીશન લાગુ પડતી નથી. ફન બ્લાસ્ટને 9, મે ના રોજ બીયુ પરમીશન અને ફાયર એનઓસી ન હોવાના કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું. અતાપી વન્ડરલેન્ડ અને આજવા નો મામલો હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવાથી તે બંધ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

ફાયર સેફ્ટીને લઇને ચેકીંગ

આમ, ગણતરીના સમયમાં વડોદરા પાલિકા દ્વારા ગેમઝોન પર શરૂ કરવામાં આવેલી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દીધી છે. સાથે જ અલગ અલગ જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઇને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું

  1. ફન ફેર
  2. ફન બ્લાસ્ટ
  3. ઇવા મોલ
  4. રીલાયન્સ મોલ
  5. સ્નો સીટી
  6. એડવેન્ચર પાર્ક
  7. 7 સીઝ મોલ
  8. તક્ષ ગેલેક્સી
  9. ઇનઓર્બિટ મોલ
  10. સેન્ટ્રો મોલ
  11. સેન્ટ્રલ સ્કવેર મોલ
  12. રેડ ગોલ્ડન સર્કસ
  13. ખોડલ
  14. ટેસ્ટ ઓફ વડોદરા
  15. વેડ ટ્રાન્સક્યૂબ
  16. અતાપી વન્ડર લેન્ડ

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ હાથ ધરાયું

Tags :
Advertisement

.

×