Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પરિવારની ખુશી લાંબો સમય ન ટકી

VADODARA : વડોદરા (VADODARA) નજીક પોર હાઇવે ઉપર રસ્તામાં પડેલા લાકડાના કારણે બાઇક ચાલક સ્લીપ ખાઈ જતા પડી ગયો હતો. દરમિયાન પુરપાટ પસાર થયેલી ટ્રકનું ટાયર યુવાન ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. કંપનીમાં પ્રમોશન...
vadodara   પરિવારની ખુશી લાંબો સમય ન ટકી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) નજીક પોર હાઇવે ઉપર રસ્તામાં પડેલા લાકડાના કારણે બાઇક ચાલક સ્લીપ ખાઈ જતા પડી ગયો હતો. દરમિયાન પુરપાટ પસાર થયેલી ટ્રકનું ટાયર યુવાન ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. કંપનીમાં પ્રમોશન મળ્યું તે જ દિવસે મોતને ભેટનાર આ યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. આ બનાવ અંગે વરણામાં પોલીસ મથકમાં (VARNAMA POLICE STATION) અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, પોર ગામમાં બ્રહ્મપુરી ફળિયામાં રહેતો 24 વર્ષીય ધ્રુવ વિપુલભાઈ ઉપાધ્યાય પરિવારનો એકનો એક સંતાન હતો. તે વડોદરા જુના પાદરા રોડ ઉપર આવેલ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતો હતો. ગત સાંજે તે નોકરી પરથી છૂટ્યા બાદ બાઇક લઈને તે ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં તે મોતને ભેટ્યો હતો.

Advertisement

ફરિયાદ દાખલ કરવામાં આવી

અકસ્માતમાં મોતને ભેટેલા ધ્રુવ ઉપાધ્યાયના વડોદરામાં રહેતા પરિજને જણાવ્યું કે, ધ્રુવ સાંજે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો. તેવામાં જૈન મંદિર પાસે રસ્તામાં લાકડું આવી જતા તેની બાઈક સ્લીપ થઈ જતા તે રોડ ઉપર પટકાયો હતો. દરમિયાન વડોદરાથી સુરત તરફ જતી ટ્રક તેના ઉપર ફરીવળતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઉપરોક્ત મામલે અજાણ્યા ટ્રક ચાલક સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

પ્રમોશન થયું હતું

તેમણે વધુમાં જણાવ્યું કે, મૃતક ધ્રુવ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતો હતો. જે દિવસે અકસ્માત થયો એ જ દિવસે તેનું પ્રમોશન થયું હતું. આથી તેને પ્રમોશન મળ્યાના સમાચાર પરિવારજનોને આપ્યા હતા. તે દિવસે તે ખૂબ જ ખૂશ હતો.

આ પણ વાંચો -- VADODARA : સ્કૂલ વાનમાંથી બાળકો રોડ પર પટકાયા, CCTV વાયરલ

Tags :
Advertisement

.

×