Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : યુવા કોર્પોરેટરના પિતા બેકાબુ બન્યા

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) ની ચૂંટણીમાં પુત્રી ચૂંટાઇને આવી પણ પિતા કોર્પોરેટર બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. વહીવટી વોર્ડ નં. 7 ની યુવા કોર્પોરેટર (BJP YOUNG CORPORATOR) ભૂમિકા રાણાના પિતાની દબંગાઇનો વિડીયો સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA...
vadodara   યુવા કોર્પોરેટરના પિતા બેકાબુ બન્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકા (VMC) ની ચૂંટણીમાં પુત્રી ચૂંટાઇને આવી પણ પિતા કોર્પોરેટર બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. વહીવટી વોર્ડ નં. 7 ની યુવા કોર્પોરેટર (BJP YOUNG CORPORATOR) ભૂમિકા રાણાના પિતાની દબંગાઇનો વિડીયો સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL) ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં તેઓ બાઇક પર દંડો લઇને કોઇને શોધી રહ્યા છે. સાથે જ બાકડા અંગેની વાત પર માથાકુટ ચાલી રહી હોવાનું વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. હવે આ મામલે કોઇ પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું

ગેરવર્તણુંક કરવા મામલે વગોવાઇ ચુક્યા છે

વડોદરામાં સૌથી યુવા મહિલા ઉમેદવાર તરીકે પાલિકામાં ભાજપના ભૂમિકા રાણા ચૂંટાઇને આવ્યા છે. તેમની જીત બાદ તેમના પિતા કોર્પોરેટર બન્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે. આ વાતની પ્રતિતી અવાર-નવાર તેઓ સામાન્ય જનતાને કરાવતા રહે છે. અગાઉ પણ તેઓ પાલિકાના અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરવા મામલે વગોવાઇ ચુક્યા છે. છતાં પણ કોર્પોરેટર પુત્રીના પિતા તરીકે નો રૌફ સહેજ પણ ઓછો થયો નથી.

Advertisement

નરેશ રાણા બઘવાઇ જાય

તાજેતરમાં ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેમાં તેઓ બાઇક પર દંડો લઇને ઉભા છે. આ સ્થળ નવી ધરતી, ગોલવાડ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વાયરલ વિડીયોમાં તેઓ ઘવલ નામના શખ્સનો વારંવાર ઉલ્લેખ કરે છે. સાથે જ બાકડા ઉઠાવવા અંગેની ચર્ચા પણ થતી સાંભળવા મળી રહી છે. એક પછી એક સવાલોનો મારો જોઇને નરેશ રાણા બઘવાઇ જાય છે. અને અવાજ ઉંચો કરીને પોતાનો પક્ષ મુકતા નજરે પડી રહ્યા છે. તેઓ સવાલોના સ્પષ્ટ જવાબ પણ ન આપી શકતા હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણી ટાણે કોર્પોરેટર પુત્રીના પિતાનો વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે.

Advertisement

પોતે જ કોર્પોરેટર હોય તેવી રીતે રૌફ ઝાડતા હોય

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂમિકા રાણા વતી તેના પિતા ઘણીબધી જગ્યાએ પોતે જ કોર્પોરેટર હોય તેવી રીતે રૌફ ઝાડતા હોય છે. પાલિકાના અધિકારીઓ સાથે અથવા સામાન્ય લોકો સાથે ગેરવર્તણુંકના કિસ્સા બાદ હવે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : ત્રસ્ત વેપારીઓની સામુહિક આત્મવિલોપનની ચિમકી, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×