VGGS-2024 : વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી દેશમાં મોટું રોકાણ આવવાનું છે : હર્ષ સંઘવી
VGGS-2024 ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (VGGS-2024) ની 10મી આવૃત્તિનો આજે બીજો દિવસ છે. આ VGGS-2024 વાઈબ્રન્ટ સમિટમાં 34 દેશ અને 16 સંગઠન ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ સમિટને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા દેશમાં મોટું રોકાણ આવવાનું છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Modi) 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિનું (VGGS-2024) ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ સમિટમાં દરેક સેક્ટરની દેશ-વિદેશની મોટી કંપનીઓના CEOs હાજર રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી દેશમાં મોટું રોકાણ આવવાનું છે. ગઈકાલે ગ્રીન એનર્જી માટે મોટા પ્રમાણમાં રોકાણની જાહેરાત કરાઈ, જે ખૂબ જ ખુશીની વાત છે. તેમણે કહ્યું કે, મારુતિએ તેમના પ્લાનને આગળ ધપાવવાની સાથે તેની કેપેસિટી બમણી કરવાની જાહેરાત કરી છે. અમે ઓટોમોબાઈલ સેક્ટરમાં એક ઈકોસિસ્ટમ બની રહ્યા છીએ.
આપણો દેશ હવે ગાડીઓની નિકાસ કરે છે : સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણો દેશ જે પહેલા અન્ય દેશોમાંથી ગાડીઓ આયાત કરતો હતો, તે હવે બીજા દેશોમાં ગાડીઓની નિકાસ કરે છે. તે ખૂબ જ મોટીની વાત છે. આ ભારત દેશની મોટી સફળતા છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન ગુજરાતે, વાઈબ્રન્ટ ગુજરાતના (VGGS-2024) માધ્યમથી જે રોકાણ મેળવ્યું છે તેના થકી ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં તમામ વર્ગના નાગરિકો માટે વિકાસ કામો થયા છે અને રોજગારી મળતા નાગરિકોનું જીવન સ્તર પણ સુધર્યું છે. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, ગઈકાલે સમિટ દરમિયાન સાઇબર ક્રાઇમ સંબંધિત કેટલાક MoU કરવામાં આવ્યા હતા. કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા વધારવા હેતુ અમે હ્યુમન ઇન્ટેલિજન્ટ્સમમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરી રહ્યા છે. અહીં ગઈકાલે વિવિધ રજ્યોના સેમિનાર પણ થયા. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર પણ સામેલ હતું. આ સેમિનારમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Shaktisinh Gohil : ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી :શક્તિસિંહ