Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંઘપ્રદેશ Dadra Nagar માં આવેલા ઢાબામાં લાગી આગ, આસપાસના વિસ્તારમાં થઈ દોડધામ

Dadra Nagar: સંઘપ્રદેશ દાદરા નગર (Dadra Nagar)માં આવેલ એક ઢાબામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, સેલવાસના વાઘ છીપા ડોક મરડી રોડ વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. નોંધનીય છે કે, ઢાબાની બાજુમાંથી પસાર થતી...
સંઘપ્રદેશ dadra nagar માં આવેલા ઢાબામાં લાગી આગ  આસપાસના વિસ્તારમાં થઈ દોડધામ
Advertisement

Dadra Nagar: સંઘપ્રદેશ દાદરા નગર (Dadra Nagar)માં આવેલ એક ઢાબામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, સેલવાસના વાઘ છીપા ડોક મરડી રોડ વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. નોંધનીય છે કે, ઢાબાની બાજુમાંથી પસાર થતી ગેસ લાઇનમાં લાગી આગ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ગેસ લાઈનમાં આગ લાગતા પાસેના ઢાબામાં પ્રસરતા બ્લાસ્ટ થયો હતો. જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગની આ ઘટનામાં અત્યારે કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ગેસ લાઈનમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગની ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ દોડધામ મચી જવા પામી છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરી દીધો છે.

Advertisement

નોંધનીય છે કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જેથી લોકોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

આ પણ વાંચો: Sabarkantha: શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બેગમાંથી નિકળ્યો સાપ, થોડી વાર થઈ હોત તો…

આ પણ વાંચો: વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Tags :
Advertisement

.

×