Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિ જામનગર પહોંચ્યું

Jamnagar : મુંબઇમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહ બાદ અનંત અંબાણી અને રાધિકા અંબાણી જામનગર (Jamnagar) પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પરથી ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી દંપતી રિલાયન્સ ટાઉનશીપ જવા રવાના થયું હતું. જામનગરમાં અનંત-રાધિકાના...
jamnagar   જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિ જામનગર પહોંચ્યું
Advertisement

Jamnagar : મુંબઇમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહ બાદ અનંત અંબાણી અને રાધિકા અંબાણી જામનગર (Jamnagar) પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પરથી ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી દંપતી રિલાયન્સ ટાઉનશીપ જવા રવાના થયું હતું.

જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ યોજાયું હતું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગત 12 જુલાઈ 2024ના દિવસે રાધિકા મર્ચન્ટની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ મુંબઇમાં વિવિધ સમારોહ યોજાયા હતા. દરમિયાન મંગળવારે રાત્રે અનંત અંબાણી અને રાધિકા અંબાણી જામનગર પહોંચ્યા હતા. લગ્ન પહેલા જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ યોજાયા બાદ મુંબઈમાં લગ્ન અને તે પછીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

જામનગરવાસીઓએ ગુલાબના ફૂલોની જાજમ પાથરીને તેમને આવકાર્યા

લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંગળવારે રાતે જામનગર રિલાયન્સ ટાઉનશિપ પહોંચ્યા હતા. નવદંપતિને આવકારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. નવદંપતિને આવકારવા માટે જામનગરવાસીઓએ ગુલાબના ફૂલોની જાજમ પાથરીને તેમને આવકાર્યા હતા.

ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી દંપતી રિલાયન્સ જવા રવાના થયું

જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નવદંપતિ લગ્ન સમારોહ પૂર્ણ કરી દંપતિ મુંબઈથી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યું હતું . જામનગર એરપોર્ટ ખાતે ઢોલ નગારા બેન્ડ વાજા સાથે જાજરમાન સ્વાગત સમારોહ યોજાયો હતો. ત્યારબાદ ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી દંપતી રિલાયન્સ જવા રવાના થયું હતું. ગુલાબના ફૂલોનો વરસાદ કરી દંપતિનું અનોખું સ્વાગત કરાયું હતું.

રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવાઇ

જામનગરવાસીઓના ઉમળકાભેર સ્વાગત જોઇને અંબાણી નવદંપતિ ખુશ થઇ ગયું હતું. નવદંપતિને આવકારવા માટે રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવાઇ હતી.અનંત અંબાણીએ એથનિક જેકેટ સાથે ગુલાબી કુર્તો પહેર્યો હતો જ્યારે રાધિકાએ ગુલાબી રંગના પંજાબી ડ્રેસમાં સોહામણી લાગતી હતી.આ પ્રસંગે ભવ્ય આતશબાજી પણ કરાઇ હતી.

આ પણ વાંચો---- RADHIKA – ANANT WEDDING : રાધિકાના વિદાયમાં સસરા મુકેશ અંબાણી થયા ભાવુક, વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો---- અનંત-રાધિકાનો એક VIDEO.. જેણે સૌનું દિલ જીત્યું….

Tags :
Advertisement

.

×