Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Corruption : વધુ એક સરકારી કચેરીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો

Corruption : રાજકોટમાં વધુ એક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર (Corruption) નો ખુલાસો થયો છે. સાધુ વાસવાણી રોડ પર ફાજલ થયેલા 2 પ્લોટ બારોબાર વેચી નાખ્યાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે વધુ એક સરકારી કચેરીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો રાજકોટમાં વધુ એક...
corruption   વધુ એક સરકારી કચેરીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો
Advertisement

Corruption : રાજકોટમાં વધુ એક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર (Corruption) નો ખુલાસો થયો છે. સાધુ વાસવાણી રોડ પર ફાજલ થયેલા 2 પ્લોટ બારોબાર વેચી નાખ્યાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે

વધુ એક સરકારી કચેરીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો

રાજકોટમાં વધુ એક સરકારી કચેરીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો છે. મળેલી માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલા બે કિંમતી પ્લોટ વેચી દેવાયા છે. આ 1467 ચોરસ મીટર જમીન ફાજલ કરાઇ હતી અને 2004માં આ જમીન શ્રી સરકાર જાહેર કરવામાં આવી હતી.

Advertisement

સબ રજીસ્ટ્રાર ઓફિસના કર્મીઓની સંડોવણી

જમીનના મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલુ હોવા છતા 2 જમીન વેચી નાખ્યાનો ખુલાસો થયો છે. કર્મચારીની મિલી ભગતથી 2023માં વારસાઈ નોંધ થઇ હતી. સમગ્ર ઘટનામાં સબ રજીસ્ટ્રાર ઓફિસના કર્મીઓની સંડોવણી સામે આવી છે જેથી સમગ્ર મામલે કલેકટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે સરકારમાં પણ સમગ્ર મામલે રિપોર્ટ કરવામાં આવશે

Advertisement

દસ્તાવેજ બાદ કિંમતી જમીન બારોબાર વેચી નાખવામાં આવી

માહિતી મુજબ સર્વે નંબર 114 શશીકાંત છોટાલાલ કામદાર માલિકીની 1467 ચોરસ મીટર જમીન ફાજલ કરવા આવી હતી. 2004 માં આ જમીન શ્રી સરકાર જાહેર કરવામાં આવેલી હતી.હાઇકોર્ટમાં કેસ ચાલુ હોય જગ્યા કોઈ જ વેચી ન શકે છતાં કર્મચારીની મિલી ભગત થી નોંધ પાડી બારોબાર વેચી નાખવામાં આવી છે. કર્મચારી ની મીલીભગત થી 21.04.23 ના વારસદાર નોંધ કરી વારસાઈ નોંધ કરવામાં આવી અને 11 લોકોના નામો દસ્તાવેજ બાદ કિંમતી જમીન બારોબાર વેચી નાખવામાં આવી. સમગ્ર ઘટનામાં સીટી સર્વે.સબ રજીસ્ટ્રાર.ઓફિસના કર્મચારીઓની સંડોવણી જણાતા જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----Surendranagar જિલ્લામાં ગેરકાયદે ખાણ ફરી શ્રમિકના મોતનું કારણ બની

આ પણ વાંચો---- VADODARA : VMC ના ચેરમેને ભાજપના કોર્પોરેટરને કહ્યું “તમારૂ કામ નહી થાય”

આ પણ વાંચો---- Allegation : તબીબે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખ્યું

Tags :
Advertisement

.

×