Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતનાં 159 PSI ને PI તરીકે બઢતી, તમામને તેમના જ પોલીસ સ્ટેશનમાં પ્રમોશન

Gandhinagar News : રાજ્યમાં બઢતી સાથે બદલીઓનો દોર ફરી એકવાર શરૂ થઇ ચુક્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે બઢતી અને બદલીની મોસમ પર થોડી બ્રેક લાગી હતી.
ગુજરાતનાં 159 psi ને pi તરીકે બઢતી  તમામને તેમના જ પોલીસ સ્ટેશનમાં પ્રમોશન
Advertisement
  • રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો આદેશ
  • ખાતાકીય પરીક્ષા વગર જ તમામને બઢતી આપવા આદેશ
  • પોલીસ સબ ઇન્સપેક્ટરોને તેમના જ પોલીસ સ્ટેશનમાં PI બનાવાયા

Gandhinagar News : રાજ્યમાં બઢતી સાથે બદલીઓનો દોર ફરી એકવાર શરૂ થઇ ચુક્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે બઢતી અને બદલીની મોસમ પર થોડી બ્રેક લાગી હતી. જો કે ફરી એકવાર બઢતી અને બદલીની મોસમ ખીલી ચુકી છે. ગુજરાતનાં ગૃહ વિભાગ દ્વારા 159 પીએસઆઇને કોઇ પણ પરીક્ષા વગર જ સીધી બઢતી તે જ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી.

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કરાયો આદેશ

ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા 159 પોલીસ સબ ઇન્સપેક્ટરોને (PSI) પોલીસ ઇન્સપેક્ટર (PI) તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ અંગેનો પરિપત્ર ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. પીએસઆઇ વર્ગ-3 ના બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની વર્ગ-2 પોલીસ ઇન્સપેક્ટર તરીકે બઢતીનો હુકમ કરાયો છે. જેમાં રાજ્યનાં 159 પોલીસ સબ ઇન્સપેક્ટરોને પોલીસ ઇન્લપેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Gujarat : કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત, રોડ પર મૃતદેહ...

Advertisement

વર્ગ-2 ના અધિકારી અનુસાર જ સુવિધાઓ મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સબ ઇન્સપેક્ટર સુપર ક્લાસ-3 ની પોસ્ટ ગણાય છે. જ્યારે પોલીસ ઇન્સપેક્ટર વર્ગ 2 ના અધિકારી ગણાય છે. જેથી બઢતી મેળવનાર તમામ પોલીસ સબ ઇન્સપેક્ટરને 44900 થી 1,42,400 ના પગારધોરણ અનુસાર પગાર આપવામાં આવશે. વિકાસ સહાયના ઓર્ડર બાદ તત્કાલ અસરથી તેને અમલી બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Difference Between Sadhu And Sant : અહીં જાણો સાધુ અને સંત વચ્ચે કેટલો તફાવત છે?

Tags :
Advertisement

.

×