Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાંથી 1600 કિલ્લો ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપાયો

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ મનપા આરોગ્ય વિભાગની ટીમ બાતમી મળી કે રાજકોટ માં મોટી માત્રામાં ડુપ્લીકેટ પનીર જથ્થો સપ્લાય કરવા આવે છે. માહિતી મળતા રાત્રે 9 કલાકથી આરોગ્ય વિભાગની અલગ-અલગ 3 ટીમ દ્વારા વોચ ગોઠવી અને રાત્રે 10.45...
રાજકોટમાંથી 1600 કિલ્લો ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપાયો
Advertisement

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ

રાજકોટ મનપા આરોગ્ય વિભાગની ટીમ બાતમી મળી કે રાજકોટ માં મોટી માત્રામાં ડુપ્લીકેટ પનીર જથ્થો સપ્લાય કરવા આવે છે. માહિતી મળતા રાત્રે 9 કલાકથી આરોગ્ય વિભાગની અલગ-અલગ 3 ટીમ દ્વારા વોચ ગોઠવી અને રાત્રે 10.45 ભૂતખાના ચોકમાં એક ભાવનગર પાસિંગની બોલેરો આવે છે જેમાં બોક્ષ પેકિંગ જોવા મળ્યા.

Advertisement

જોકે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઇવરની પૂછ પરછ કરતા તેમાં પનીર હોવાનું જણાવ્યું અને રાજકોટમાં સપ્લાય કરવા આવ્યા આરોગ્ય અધિકારી જણાવ્યું. જોકે તપાસ કરતા ડુપ્લીકેટ પનીર હોવાનું સામે આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા 1600 કિલ્લો પનીર ભરેલી બોલેરો જપ્ત કરી મનપા કચેરી લાવવામાં આવી અને નમૂના લેવામાટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી પાડેલ ડુપ્લીકેટ પનીર બનાવવામાં હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પનીર વનસ્પતિ ધી.અને પાવડર ની મદદ થી આ ડુપ્લીકેટ પનીર ત્યાર થતું જોકે ભાવનગર માં આની મીની ફેકટરી ધમ ધમી રહી છે છેલ્લા 1 વર્ષ થી આ પનીર રાજકોટ માં સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે રાજકોટ 9 સ્થળ ના નામો લઈ આરોગ્ય વિભાગ હવે 9 સ્થળે ચકાસણી હાથ ધરશે આગામી સમય માં મોટી મોટી હોટલો સુધી આ પનીર પોહચતા હોવાનો પણ પર્દાફાશ થાયતો નવાઈ નહિ..

જોકે હાલતો મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા વિજિલન્સ ની ટિમ ને પણ જાણ કરવામાં આવી ભાવનગર ખાતે વિજલન્સ ટિમ તપાસ કરશે તો રાજકોટ માં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : આ સમર વેકેશનમાં ગુજરાતીઓનું ફેવરિટ બન્યું દમણ…!

Tags :
Advertisement

.

×