Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાળંગપુર ખાતે 60 વિઘામાં બનાવાયા 700 ટેન્ટ

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ સાળંગપુર ખાતે 60 વિઘામાં 700 ટેન્ટ બનાવાયા છે જેમાં 8400 જેટલા લોકો રહે છે.જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે 700 ટેન્ટમાં 8400 જેટલા લોકો રહે છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હાલ 175મો શતામૃત મહોત્સવ...
સાળંગપુર ખાતે 60 વિઘામાં બનાવાયા 700 ટેન્ટ
Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ

સાળંગપુર ખાતે 60 વિઘામાં 700 ટેન્ટ બનાવાયા છે જેમાં 8400 જેટલા લોકો રહે છે.જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે

Advertisement

700 ટેન્ટમાં 8400 જેટલા લોકો રહે છે

Advertisement

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હાલ 175મો શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો મહોત્સવમાં પધારી રહ્યા છે ત્યારે રોજના લાખો ની સંખ્યામાં અહીંયા આવતા ભક્તો માટે 60 વિઘામાં 700 ટેન્ટ બનાવેલ છે જેમાં 8400 જેટલા લોકો રહે છે.જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ગરમ પાણીની વ્યવસ્થા

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હાલ 175 માં શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા મહોત્સવમાં પધારી રહ્યા છે ત્યારે રોજના લાખોની સંખ્યામાં અહીં આવે છે. અહીં સ્વયંસેવકો અને યાત્રાળુઓ માટે ટેન્ટની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 60 વીઘા જમીનમાં 700 ટેન્ટ બનાવાયા છે જેની 8400 લોકો આરામથી રહી શકે છે. દરેક ટેન્ટ માં 12 બેડ તેમજ ટોયલેટ બાથરૂમ ની સાથે ગરમ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે સાથે મેડિકલ ની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા લગાવેલ છે.

દરેક ટેન્ટમાં 12 બેડ

શતામૃત મહોત્સવમાં આવતા ભક્તો માટે ઉતારા વિભાગની વ્યવસ્થા સંભાળી રહેલા દિવ્ય સ્વામીએ જણાવ્યું હતું કે મહોત્સવમાં પધારનાર સર્વે ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે છે. સંતો અને સ્વયંસેવક દ્વારા આ કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવવામાં આવ્યા છે.જેમાં કુલ 700 ટેન્ટ બનાવાયા છે. આ દરેક ટેન્ટમાં 12 બેડ છે. એમ કુલ 8400 ભક્તો આરામથી રહી શકે એ માટે ટેન્ટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ભક્તો માટે ટોઈલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બાથરૂમમાં ગરમ પાણીની સુવિધા પણ ઋતુ અનુરૂપ રાખવામાં આવી છે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો દ્વારા મંદિર પરિસરમાં આવેલા ઉતારા, અનેક ભક્તોના મકાનો, બોટાદ અને ટાટમ ગામના ગુરુકુળમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ઉત્સવમાં સેવા કરનારા સ્વયંસેવકોની ઉતારા માટે પણ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો---તોડકાંડ: અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા

Tags :
Advertisement

.

×