Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાવાઝોડા વચ્ચે અમીરગઢમાં 3 સગર્ભાને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ

અહેવાલ--રામલાલ મીણા, અમીરગઢ  વાવાઝોડાની વિનાશકતા વચ્ચે વેદના, સંવેદના અને વ્યવસ્થાની અનોખી મિશાલ જોવા મળી હતી. લાયજન અધિકારી મામલતદાર વી.જી. રાવલ, અમીરગઢ,  તાલુકા વિકાસ અધિકારી  જીગર પટેલ, અમીરગઢ, તાલુકા આરોગ્ય અધિકારી બ્રિજેશ ભાઈ વ્યાસ  માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા અમીરગઢ...
વાવાઝોડા વચ્ચે અમીરગઢમાં 3 સગર્ભાને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ
Advertisement
અહેવાલ--રામલાલ મીણા, અમીરગઢ 
વાવાઝોડાની વિનાશકતા વચ્ચે વેદના, સંવેદના અને વ્યવસ્થાની અનોખી મિશાલ જોવા મળી હતી. લાયજન અધિકારી મામલતદાર વી.જી. રાવલ, અમીરગઢ,  તાલુકા વિકાસ અધિકારી  જીગર પટેલ, અમીરગઢ, તાલુકા આરોગ્ય અધિકારી બ્રિજેશ ભાઈ વ્યાસ  માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા અમીરગઢ તાલુકાના ઘાંઘુ અને ખાપા ગામે 108 ઈમરજન્સી સેવા સગર્ભા મહિલાઓની વ્હારે આવી.અને ઇસવાણી ગામની 1 તેમજ ખુણીયા ગામની 2 સગર્ભાઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે PHC ડાભેલાના વાહનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
108 ઈમરજન્સી સેવા સગર્ભા મહિલાઓની વ્હારે આવી 
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઘાંઘુ અને ખાપા ગામે બિપોરજોય વાવાઝોડાની વિનાશકતા વચ્ચે સરકારની 108 ઈમરજન્સી સેવા સગર્ભા મહિલાઓની વ્હારે આવી હતી. 108 ઈમરજન્સી વાન મારફતે સગર્ભા મહિલાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનપુરા ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. જ્યારે ખાપા ગામની સગર્ભા કાંતાબેન રૂંગાભાઇ પરમારને ૧૦૮ મારફત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
વાવાઝોડા વચ્ચે પ્રસુતિ 
છેલ્લા બે દિવસથી બિપોરજોય વાવાઝોડું સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોળી રહ્યું છે. જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે. અમીરગઢ તાલુકાના ઘાંઘુ ગામે વાવાઝોડાની વિનાશકતા વચ્ચે વેદના, સંવેદના અને વ્યવસ્થાની અનોખી મિશાલ જોવા મળી હતી. ઘાંઘુ ગામની સગર્ભા મહિલા ડાભી શકરીબેન અમરા ભાઈ (ઉ..૨૮) ને ગુરુવારે પ્રસુતિની પીડા ઉપડી હતી. વાવાઝોડાને લીધે ગામમાં ખાનગી સાધન મળવું મુશ્કેલ બન્યું હતું. અને શકરીબેનની પીડા વધી રહી હતી. ત્યારે સરકારની 108 ઇમરજન્સી સેવા શકરીબેનની વ્હારે આવી હતી. અને તેમને 108 ઇમરજન્સી વાન મારફતે નજીકના ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને સમયસર સારવાર  મળતાં પ્રસૂતાએ અને તેના પરિવારે રાહતની લાગણી અનુભવી હતી.
અમીરગઢ CHC માં કુલ 4 સગર્ભા શિફ્ટ કરવામાં આવી છે તેમાંથી 2 ની પ્રસુતિ સફળતા પૂર્વક થઈ છે. ધનપુરા PHC માં 1 સગર્ભા હાલ શિફ્ટ કરી છે.
Tags :
Advertisement

.

×