Vadodara News : ભાયલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના, 3 વર્ષના બાળકનું મોત
વડોદરાના ભાયલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ભાયલી ગામના સ્મશાન પાસે બાઈક સવાર પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.
અકસ્માત બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃત બાળકના ઈજાગ્રસ્ત પિતાએ જણાવ્યું કે, ટેમ્પો ચાલક રોંગ સાઇડ આવ્યો હતો ટેમ્પો ની હેડ લાઈટ બંધ હતી તેમજ સ્પીડ પણ વધુ હતી. મારું બાળક ઉછળીને ફંગોળાયુંને મોતને ભેટ્યું. પોલીસ પાસે ન્યાયની અપેક્ષા.
આ પણ વાંચો : AHMEDABAD ની RAJASTHAN HOSPITAL ના બેઝમેન્ટમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



