Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે ફરાર 5 શખ્સ ઝડપાયા

અહેવાલ— – ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે પોલીસે ફરાર 5 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં 7 શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. બોટાદ તાલુકા સેવા સદનમાં જ હત્યા કરાઇ હતી બોટાદ તાલુકા સેવા...
બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે ફરાર 5 શખ્સ ઝડપાયા
Advertisement

અહેવાલ— – ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે પોલીસે ફરાર 5 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં 7 શખ્સ સામે ફરિયાદ નોંધી હતી.

Advertisement

બોટાદ તાલુકા સેવા સદનમાં જ હત્યા કરાઇ હતી

Advertisement

બોટાદ તાલુકા સેવા સદન ખાતે ગઈકાલે બપોરના સમયે સરા જાહેર આશરે 25 વર્ષીય લક્ષ્મણ કનુભાઈ જોગરાણાની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરાઇ હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને લઇ બોટાદ પોલીસ દ્વારા મૃતક પરિવારની ફરિયાદ લઈ સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં જગા વિભા સાટિયા, લાખા વિભા સાટિયા, રણછોડ સાટિયા,જીણા સાટિયા,જગા નાનું સાટિયા,સુરા સાટિયા,ભરત સાટિયા વિરુદ્ધ 302,323,337 મુજબ ગુનો દાખલ કરી પોલીસ દ્રારા આરોપીઓની શોધખોળ શરુ કરાઇ હતી.

અગાઉ થયેલ ઝઘડાના કારણે લક્ષ્મણ જોગરાણા પર હુમલો

દરમિયાન પોલીસે આજે બે આરોપી ઝીણાભાઈ વિભાભાઈ સાટીયા તેમજ જગાભાઈ વિભાભાઈ સાટીયાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરાઇ છે. પોલીસે કહ્યું કે અગાઉ થયેલ ઝઘડાના કારણે લક્ષ્મણ જોગરાણા પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

પૂર્વનિયોજીત કાવતરું રચી હત્યા કરી

2011 ની સાલમાં જગાભાઈ વિભાભાઈ સાટીયાના ભાઈ રાજુભાઈ સાટીયાની હત્યા કરાઇ હતી ત્યારે લક્ષ્મણ જોગરાણા સહિત કુલ પાંચ લોકો વિરોધ ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં લક્ષ્મણ જોગરાણા માઇનોર ઉંમરનો હોય તેનો કેસ બાળ અદાલતમાં ચાલતો હતો અને અન્ય આરોપીઓ 2013 ની સાલમાં નિર્દોષ છુટેલા હતા ત્યારે લક્ષ્મણ જોગરાણા નો કેસ ચાલતો હોય જે અંતર્ગત તે હાલ સિહોર રહેતો હતો ત્યાંથી મુદત ભરવા માટે બોટાદ તાલુકા સેવાસદન ખાતે આવેલો હતો ત્યારે અગાઉથી કરેલા આયોજન મુજબ આરોપીઓએ લક્ષ્મણ જોગરાણા પર હુમલો કરી તેની હત્યા કરી હતી. પોલીસે આ મામલે પાંચેય આરોપીઓ જગા નાનુ સાટીયા, રણછોડ વિભા સાટીયા, લાખા વિભા સાટીયા, સુરેશ નાનુ સાટીયા, ભરત દેહુર સાટીયાની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો----GANDHIDHAM : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને મહા દિવ્ય દરબારનું આયોજન

Tags :
Advertisement

.

×