Kutch : માતા-પુત્રના સંબંધ પર કલંક! 55 વર્ષીય પુત્રે જ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું
- Kutch નાં અંજારમાં સમાજને શર્મસાર કરતી ઘટના બની
- 55 વર્ષનાં પુત્રએ જ 80 વર્ષીય વૃદ્ધ માતા પર આચર્યુ દુષ્કર્મ
- વૃદ્ધાની બૂમો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા
- ફરિયાદ બાદ પોલીસે નરાધમ પુત્રની ધરપકડ કરી
કચ્છનાં (Kutch) અંજારમાં એક કપૂતે માતા-પુત્રના સંબંધને લાંછન લગાવ્યું છે. 55 વર્ષનાં પુત્રે જ 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. આ મામલે જાણ થતાં પોલીસે નરાધમ પુત્રની ધરપકડ કરી છે. આરોપી દીકરો દારૂની લત ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : ખાખી વર્દી પહેરી બસચાલક સાથે અભદ્ર વર્તન કરનાર પોલીસકર્મીને કડક સજા!
દારૂની લત ધરાવતા 55 વર્ષીય પુત્રે જ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છનાં (Kutch) અંજારનાં ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે લોહીનાં સંબંધોને કલંકિત કર્યા છે. દારૂની લત ધરાવતા 55 વર્ષીય પુત્રે જ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું છે. વૃદ્ધાની બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડ્યો હતો. ઘરની અંદરનાં દ્રશ્યો જોઈને પાડોશીઓ પર ધ્રૂજી ઊઠ્યા હતા. પાડોશીઓએ વૃદ્ધાને બચાવી પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો - PM Modi in Gujarat : જામનગર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી 'રોડ શો' જેવો માહોલ
દારૂ પીવાની ટેવ ધરાવતો પુત્ર કામ-ધંધો કરતો નથી
આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નરાધમ પુત્રની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી પુત્રને દારૂ પીવાની ટેવ છે અને તે કોઈ કામ ધંધો કરતો નથી. પોલીસે આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જે ઉંમરમાં માતા-પિતાની સેવા-ચાકરી કરવાની હોય તે ઉંમરમાં કળિયુગી પુત્રે સમાજને શર્મસાર કરતું કૃત્ય કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Surat : આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ


