ભરૂચ : વાગરાના ભાજપના ઉપપ્રમુખની 2 સગી દીકરીઓ સહિત કુટુંબીજનો મળી 6 લોકો ડૂબ્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયો કાંઠો આવેલો છે. જ્યાં પરિવારજનો ફરવા ગયા હતા તે દરમિયાન દરિયાની અંદર ભરતી આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે બાળકોને બચવાના પ્રયાસ કર્યા હતા જોકે ભરતીના પાણી પૂર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે 6 લોકોના મોત અને 2 સારવાર હેઠળ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 6થી વધુ લોકો ડૂબ્યા હતા. બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. 6 લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
એક જ પરિવારના 6 લોકોના મોતથી ગમગીની ફેલાઈ ગઈ હતી અને હોસ્પિટલ ખાતે પણ મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને હૈયા ફાટક રુદન સાથે હોસ્પિટલ ગજવી મૂકી હતી. આ સાથે જ ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા.
- યોગેશભાઈ દિલીપભાઈ
- તુલસીબેન બળવંતભાઈ
- જાનકીબેન હેમંતભાઈ
- આર્યાબેન રાજેશભાઈ
- રિંકલબેન બળવંતભાઈ
- રાજેશ છત્રસંગ ગોહિલ
- કિંજલબેન બળવંતભાઈ
- અંકિતાબેન બળવંતભાઈ
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : Surat : મનપા કચેરીની નજીક રહેતા કર્મચારીઓને સાયકલમાં ઓફિસે આવશે




