Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali નિમિત્તે હિંમતનગરમાં ફટાકડાના વેચાણ માટે 65 સ્ટોલધારકોને મંજૂરી અપાઈ

Himatnagar Diwali firecrackers :  દિવાળી પર્વની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારો દરમિયાન અનેક લોકો ફટાકડા ખરીદીને તેનો ઉપયોગ કર્યા બાદ ખુશી અનુભવે છે.
diwali નિમિત્તે હિંમતનગરમાં ફટાકડાના વેચાણ માટે 65 સ્ટોલધારકોને મંજૂરી અપાઈ
Advertisement
  • હિંમતનગરમાં દિવાળી માટે 65 ફટાકડાના હંગામી સ્ટોલને મંજૂરી
  • દિવાળી પહેલાં હિંમતનગરમાં ફટાકડાના સ્ટોલની તૈયારી શરૂ
  • ટાવરચોક અને છાપરીયા કેનાલ પાસે ફટાકડાના હંગામી શેડ ઉભા
  • ફટાકડાના સ્ટોલ માટે ₹14 હજાર ફી, ડ્રો બાદ ફાળવણી થશે

Himatnagar Diwali firecrackers :  દિવાળી પર્વની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારો દરમિયાન અનેક લોકો ફટાકડા ખરીદીને તેનો ઉપયોગ કર્યા બાદ ખુશી અનુભવે છે. ત્યારે પ્રતિબંધિતની યાદીમાં આવતા આવા ફટકાડાના વેચાણ માટે સ્થાનિક તંત્ર પાસે જરૂરી મંજૂરી લેવી આવશ્યક છે. ત્યારે આ વર્ષે સંલગ્ન વિભાગ દ્વારા હિંમતનગરમાં ફટકાડાના હંગામી સ્ટોલ શરૂ કરવા માટે કરેલી અરજી બાદ હિંમતનગરમાં 65 પરવાનેદારોને અપાયેલી મંજૂરી બાદ જરૂરી ફી વસુલ કરીને નગરપાલિકા દ્વારા તેમના માટે ટાવરચોક અને છાપરીયા કેનાલ પરની ખુલ્લી જગ્યામાં જમીનની ફાળવણી કરીને કામચલાઉ શેડ ઉભા કરવાનું શરૂ કરી દેવાયું છે.

સ્ટોલ માટે ₹14 હજાર ફી, ડ્રો બાદ ફાળવણી

આ અંગે નગરપાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરમાં દિવાળી ટાણે હંગામી ફટાકડાનું વેચાણ કરવા માટે કેટલાક લોકોએ જિલ્લા સેવા સદન સ્થિત પરવાના શાખા અને મામલતદાર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાયા પછી હિંમતનગર પાલિકાને ગત વર્ષની જેમ આ વર્ષે પણ હંગામી ફટાકડાના વેચાણ માટેના પરવાનેદારોને જમીનની ફાળવણી કરી દેવાઈ છે. જે આધારે ટાવરચોક અને છાપરીયા હનુમાજી મંદિર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં કામચલાઉ શેડ બાંધવાનું શરૂ કરી દેવાયું છે. જે પરવાનેદારોએ ફટકાડાના હંગામી વેચાણ માટે પરવાનો માંગ્યો છે તેમની પાસેથી હિંમતનગર નગરપાલિકા વહીવટી ખર્ચ પેટે દરેક સ્ટોલધારક પાસેથી અંદાજે રૂ. 14 હજાર વસુલશે. ત્યારબાદ નિયમ પ્રમાણે ફટાકડાના વેચાણ માટે સ્ટોલની ફાળવણી ડ્રો કર્યા બાદ થશે. જોકે પરવાનાધારકોએ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

Advertisement

ક્યાં કેટલા સ્ટોલ ઉભા થશે ?

નગરપાલિકા ધ્વારા જે ૯૫ પરવાનેદારોને ફટાકડાના વેચાણ માટે મંજૂરી આપીને જગ્યાની ફાળવણી કરી દીધી છે ત્યારે ૯૫ પૈકી ૨૧ સ્ટોલ ટાવરચોક સ્થિત પરશુરામ પાર્કમાં, ૪ર સ્ટોલ ફાયર સ્ટેશન સામે કેનાલ વિભાગની ખુલ્લી જગ્યામાં ઉભા કરાશે. દરમ્યાન દિવાળી તહેવારોમાં જો કોઈ લારીઓમાં અથવા તો ખુલ્લી જગ્યામાં તથા દુકાનમાં પરવાનો માંગ્યા વગર ફટાકડાનું વેચાણ કરતા ધ્યાને આવશે તો તેમની સામે તંત્ર કડક કાર્યવાહી કરો.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો :   Gemini માં આ Prompt ની મદદથી મિનિટોમાં બનાવો આકર્ષક Diwali Images

Tags :
Advertisement

.

×