ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાન જેલમાંથી 80 ભારતીય માછીમારો થયા મુકત, આવતીકાલે પહોંચશે વાઘા બોર્ડર

અહેવાલ - કિશન ચૌહાણ પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને આજે મુકત કરવામાં આવ્યા છે. અગાઉ 390 થી વધુ માછીમારો જેલમુક્ત થયા બાદ ત્રીજા તબક્કામાં કુલ 80 માછીમારોને છોડાવનો ર્નિણય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. આવતીકાલે ધનતેરસના દિવસે વાઘા બોર્ડરે ભારતીય...
04:35 PM Nov 09, 2023 IST | Hardik Shah
અહેવાલ - કિશન ચૌહાણ પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને આજે મુકત કરવામાં આવ્યા છે. અગાઉ 390 થી વધુ માછીમારો જેલમુક્ત થયા બાદ ત્રીજા તબક્કામાં કુલ 80 માછીમારોને છોડાવનો ર્નિણય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. આવતીકાલે ધનતેરસના દિવસે વાઘા બોર્ડરે ભારતીય...

અહેવાલ - કિશન ચૌહાણ

પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને આજે મુકત કરવામાં આવ્યા છે. અગાઉ 390 થી વધુ માછીમારો જેલમુક્ત થયા બાદ ત્રીજા તબક્કામાં કુલ 80 માછીમારોને છોડાવનો ર્નિણય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. આવતીકાલે ધનતેરસના દિવસે વાઘા બોર્ડરે ભારતીય માછીમારો પહોંચશે તેવું માછીમાર આગેવાન અને ભારત-પાકિસ્તાન ડેમોક્રેસીના જીવનભાઈ જુંગી જણાવ્યું છે.

ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારે માછીમારો સમૃદ્વમાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ નાપાક પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમા નજીક ભારતીય બોટ અને માછીમારોને બંધૂકના નાળચે બંધક બનાવી પાકિસ્તાન જેલમાં ધકેલી મુકે છે. અને લાંબા સમયથી તેને છોડવામાં આવતા નથી. અવાર-નવાર માછીમાર પરિવાર અને માછીમાર આગેવાનો પાક જેલમાં કેદ ભારતીય માછીમારોની મુકિત માટે રજુઆત કરે છે. આમ છતાં માછીમારોને ત્રણ-ત્રણ વર્ષ સુધી પાકિસ્તાની નરકાગાર જેલમાં બંધક બનાવી રાખે છેે. પરંંતુ ચાલુ વર્ષે ત્રણ અલગ-અલગ તબક્કામાં ભારતીય માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુકિતની જાહેરાત થતાં નાના માછીમાર પરિવારોમાં ખુશી જાેવા મળી હતી. પ્રથમ તબક્કે 198, બીજા તબક્કે 200 એમ કુલ 390 થી વધુ માછીમારોને મુક્ત કર્યા હતા.

ત્યારબાદ આજે તારીખ 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન જેલમાંથી 80 માછીમારોને મુકત કરવામાં આવ્યા છે. આવતીકાલે 10 નવેમ્બરના રોજ વાઘા બોર્ડર પહોંચી એટલે કે ધનતેરસના દિવસે ભારતીય માછીમારો વતન વાપસી કરશે જે સમાચારથી દિવાળી પહેલા માછીમાર પરિવારમાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યાં છે. લાંબા સમયથી રાહ જાેતા પરિવારજનો તેના સ્વજનો સાથે મિલન થશે તેજ તેમના માટે સાચી દિવાળી છે.

આ પણ વાંચો - Morbi: લ્યો હવે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ,બોટલો, LCB પોલીસે 12 આરોપીની કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
80 Indian fishermenGujarat FirstIndian fishermenPakistanPakistan jailWagah border
Next Article