Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ બાલાશ્રમમાં રહેતી 12 વર્ષની દીકરીને અમેરિકામાં રહેતા ભારતીય દંપતિએ દત્તક લીધી

આજે વધુ એક દીકરીને મૂળ બિહારના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલ શ્રીવાસ્તવ પરિવારે દતક લીધી છે. બાલાશ્રમમાં છેલ્લા 4 વર્ષથી રહેતી 12 વર્ષની દીકરી તન્મયને આજે નવો પરિવાર મળતા તે ખુશી અનુભવતી હતી જો કે જેમણે અત્યાર સુધી માતા પિતા...
રાજકોટ બાલાશ્રમમાં રહેતી 12 વર્ષની દીકરીને અમેરિકામાં રહેતા ભારતીય દંપતિએ દત્તક લીધી
Advertisement

આજે વધુ એક દીકરીને મૂળ બિહારના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલ શ્રીવાસ્તવ પરિવારે દતક લીધી છે. બાલાશ્રમમાં છેલ્લા 4 વર્ષથી રહેતી 12 વર્ષની દીકરી તન્મયને આજે નવો પરિવાર મળતા તે ખુશી અનુભવતી હતી જો કે જેમણે અત્યાર સુધી માતા પિતા અને પરિવાર બની સંભાળ લીધી તે બાલાશ્રમ પરિવારનો તેણે આભાર માન્યો હતો આ સમયે દીકરી રડી પડી હતી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

બાલાશ્રમ સંસ્થાના પ્રમુખ હરેશ વોરાએ જણાવ્યું હતું કે, બાલશ્રમમાં રહેલી 12 વર્ષની દીકરી તન્મયને આજે મૂળ બિહારના અને વર્ષોથી અમેરિકા રહેતા શ્રીવાસ્તવ પરિવારે દત્તક લીધી છે. અત્યારસુધીમાં સંસ્થા દ્વારા 1100 થી વધુ બાળકો દત્તક આપવામાં આવ્યા છે અને તેમાંથી 600 જેટલા બાળકો વિદેશમાં જુદા જુદા દેશોમાં દત્તક આપવામાં આવ્યા છે અને 75 જેટલા બાળકો એકલા ઇટલીમાં દત્તક આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકો એવું માનતા હોય છે કે બાલાશ્રમ આવતા બાળકો બિચારા હોય છે પરંતુ એ બિચારું નહિ પણ બીજા કરતા સારા નસીબ લઇ ને આવે છે અને તેઓ તેમનું ભવિષ્ય વિદેશમાં જઇ ને પણ બનાવી રહ્યા છે.

Advertisement

Advertisement

જયારે અમેરિકાથી રાજકોટ દીકરીને દત્તક લેવા આવેલ રમેશ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, હું અમેરિકામાં કોમ્યુટર સાયન્સ આઇટી કંપનીમાં જોબ કરું છું. મારે પરિવારમાં મારા પત્ની છે, જે શિક્ષક તરીકે નોકરી કરે છે અને એક પુત્ર છે જે ગુગલ કંપનીમાં જોબ કરે છે. આજે અમારા પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. એક દીકરીની આશા હતી એ દીકરી આજે મળી જતા અમે ખુબ ખુશ છીએ. આજના સમયમાં દીકરીઓ ખુબ આગળ વધી રહી છે દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રહ્યો નથી આજે દીકરી પાયલોટ બને છે ડોક્ટર બને છે એન્જીનીયર બને છે એમ અમારી દીકરી તન્મય જેનું નામ અમે આહના રાખ્યું છે તે આગળ જે ભણવું હશે તે ભણાવીશું અને એમના સ્વપ્ન પુરા કરીશું..

જયારે દીકરીના માતા શિવાનીબેન શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, મને એક દીકરી જોઈતી હતી ખુબ ઈચ્છા હતી કે ઘરમાં એક દીકરી આવે દીકરી વગર પરિવાર અધૂરો હતો આજે દીકરી તન્મય આવતા પરિવાર સંપૂર્ણ થયો છે. સાથે સાથે દીકરી તન્મય પણ તેમના નવા પરિવાર સાથે નવી જિંદગીની શરૂઆત અમેરિકામાં કરવા જઇ રહી છે જેથી ખુશ જોવા મળી રહી છે. જો કે દીકરી તેમના અત્યાર સુધીના બાલાશ્રમના પરિવારને ખુબ યાદ કરશે તેવું જણાવ્યું હતું.. એક ક્ષણ એવી પણ આવી કે આખરી વખત બાલાશ્રમના તેમના સાથી મિત્રો અને ભાઈ બેનની સામે વાત કરવા ઉભા થતા રડી પડી હતી તેણે કહ્યું કે બાલાશ્રમ પરિવારે મને ખુબ સાચવી છે અને આજે નવો પરિવાર શોધી આપ્યો છે તે બદલ હું તેનો આભારી છું. આ અશ્રુભીની આંખો દીકરીનો બાલાશ્રમ પ્રત્યેનો પ્રેમભાવ વ્યક્ત કરી રહી હતી.

Tags :
Advertisement

.

×