Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોધરામાં મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલની હાજરીમાં ભાજપનું સંમેલન યોજાયું

અહેવાલ-- નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી ચંદ્રકાંત પાટીલની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું જેમાં ગોધરા તાલુકાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનસંપર્ક અભિયાન પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ ચંદનબાગ ખાતે આજે...
ગોધરામાં મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલની હાજરીમાં ભાજપનું સંમેલન યોજાયું
Advertisement
અહેવાલ-- નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી ચંદ્રકાંત પાટીલની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું જેમાં ગોધરા તાલુકાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જનસંપર્ક અભિયાન
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ ચંદનબાગ ખાતે આજે ગોધરા તાલુકાનું લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું હતું, રાજ્યમાં ચાલી રહેલા ખાસ જનસંપર્ક અભિયાન અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી ચંદ્રકાંત પાટીલ ગોધરા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું હતું, ગોધરા વિધાનસભા બેઠક વિસ્તારમાં સમાવિષ્ઠ વિવિધ ગામોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અનેક યોજનાકીય સિદ્ધિઓ વિશે લાભાર્થીઓને માહિતી આપવામાં આવી
સંમેલનમાં કેન્દ્રના ભાજપના શાસન દરમ્યાન સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓ અને લાભો વિશે લાભાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતાં, કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે અગાઉની સરકારના શાસનકાળ દરમ્યાન કોઈ લાભાર્થીઓને ભાજપના શાસનકાળ જેટલું અનાજ વિતરણ કરાયું નથી, દેશના ખેડૂતોને પણ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના તેઓના ખાતામાં સીધી સબસિડી પણ ભાજપની સરકાર દ્વારા જ પૂરી પાડવામાં આવી છે, જેવી અનેક યોજનાકીય સિદ્ધિઓ વિશે લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી, આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સીકે રાઉલજી સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
Advertisement

.

×