Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોટાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ શહેરમાં ટાવર રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસની રેડ દરમ્યાન ચાર મહિલાઓ મળી આવી હતી. પોલીસે બ્લુ થાઈ સ્પાના મેનેજર સહિત બે ને ઝડપી લીધા હતા અને સ્પાના સંચાલક...
બોટાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ શહેરમાં ટાવર રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસની રેડ દરમ્યાન ચાર મહિલાઓ મળી આવી હતી. પોલીસે બ્લુ થાઈ સ્પાના મેનેજર સહિત બે ને ઝડપી લીધા હતા અને સ્પાના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement

બાતમીના આધારે દરોડો

બોટાદ એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે બોટાદમાં શ્રીજી આનંદ મેગા મોલ , ટાવર રોડ , ખપાટીયા ડેલાના થર્ડ ફ્લોર ઉપર ચાલતા બ્લુ થાઈ સ્પાના સંચાલક સંજય દેવચંદભાઇ પઢીયાર તેના મેનેજર મહેન્દ્રજી બબાજી પરમાર મારફતે તેના બ્લુ થાઈ સ્પાની આડમાં અનૈતિક દેહ વ્યાપારનો ચલાવે છે જેથી બોટાદ ડી.વાય.એસ.પી. એલ.સી.બી. પી.આઈ. તથા મહિલા પોલીસને સાથે રાખી ૧૮ ઓક્ટોબરે પોલીસે રેડ કરી હતી.

સ્પા સંચાલક સહિત 3 સામે ગુનો

પોલીસે દરોડો પાડતાં સ્પામાંથી 4 મહિલા મળી આવી હતી. પોલીસે સ્પાના મેનેજર મહેન્દ્રજી બબાજી પરમાર અને અલ્પેશભાઇ મનુભાઇ વાધેલાને રોકડ રકમ 6680 તથા મોબાઇલ મળી 16,880 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા તથા સ્પા સંચાલક સંજય દેવચંદભાઇ પઢીયાર ( રહે,અમદાવાદ , બી / 470, પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ -7 , નવા નરોડા) મળી ત્રણેય આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો---ભરૂચ જિલ્લામાં સ્પા કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલતા દેહના વેપાર ઉપર સપાટા

Tags :
Advertisement

.

×