ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PMJAY : યોજનાની ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ

હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીશ્રીની સુચના
05:36 PM Apr 03, 2025 IST | Kanu Jani
હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીશ્રીની સુચના

 

PMJAY-આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

ગત વર્ષે PMJAY યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રીવ્યું કર્યુ હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે,ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ આ યોજના હેઠળ ₹.3760 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે.

હેલ્પલાઇન 079-66440104 માં ૧૦ હજાર જેટલા કોલ

ત્રણ મહિના પહેલા PMJAY-મા યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરું કરવામાં આવેલી હેલ્પલાઇન 079-66440104 માં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા છે.જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત ૯૦૦ જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

PMJAY-મા યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે જેના અંતર્ગત હેલ્પ ડેસ્ક રીવ્યું કરતા ૯૯% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યાં હતા.

સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રીવ્યું કરાય છે. જેમાં ૯૨% થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુ પડ્યું હતું.

આ ગવર્નિંગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું મંત્રી શ્રી એ જણાવ્યું છે.

અન્ય મહત્વની જાણકારી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો નિર્ણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેના વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય હાથ ધરાશે.

હાલ નિયત કરેલી ૨૪૭૧ જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ગવર્નિંગ બોડીની બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી ,આરોગ્ય કમિશનર -અર્બન શ્રી હર્ષદભાઈ પટેલ ,આરોગ્ય કમિશનર - રૂરલ શ્રીમતી રતન કંવરબા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :Jamnagar : અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું, કરોડોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

Tags :
PMJAY
Next Article