કલ્યાણજી-આનંદજી ફેઇમ આનંદજીનો અમદાવાદમાં યોજાયો કોન્સોર્ટ , સંગતી પ્રેમીઓએ માણ્યો ભરપૂર આનંદ
સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમણે પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી સાથે મળીને સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.
આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ખુબ નામ કમાવ્યુ અને ગૌરવ પ્રાપ્ત કર્યુ..કલ્યાણજી આનંદજીની જોડીએ બોલીવુડમાં અનેક અમર ગીતો આપ્યા છે. અને દેશ અને દુનિયામાં સંગીત ચાહકોના દિલોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજીએ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને આવ્યા હતા. સંગીતપ્રેમીઓને ઉદબોધન કરતા તેમણે વ્યક્તિના જીવનમાં સંગીતના મહત્વ વિષે ખુબ જ પ્રેરક વાતો જણાવી હતી. રાજપથ ક્લબ ખાતે યોજાયેલો આ મ્યુઝિકલ કોન્સર્ટ હાઉસફુલ રહ્યો હતો અને મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓએ આનંદ માણ્યો હતો.


