Gondal માં હિન્દૂ ઉત્સવ સમિતિ નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રા નીકળી
- Gondal માં ભવ્ય શોભાયાત્રા નીકળી
- પટેલ વાડીથી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું
- મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ શોભાયાત્રામાં જોડાયા
નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી ના નાદ સાથે હાથી ને ઘોડા સાથે ગોંડલ ભગવતપરા પટેલ વાડી ખાતે થી શોભાયાત્રા પરંપરાગત રીતે હિન્દુ ઉત્સવ સમિતિ ના આયોજકો, સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે પૂજન અર્ચન કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
Gondal માં 43 વર્ષથી શોભાયાત્રા નીકાળવામાં આવે છે
ગોંડલ શહેરમાં 43 વર્ષથી હિંદુ ઉત્સવ સમિતિનાં નેજા હેઠળ શહેરનાં વિવિધ વિસ્તારોમાં અનેક અલગ અલગ મંડળો દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે હિન્દુ ઉત્સવ સમિતિ ના નેજા હેઠળ આજે આઠમ ના દિવસે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, હિન્દુ ઉત્સવ સમિતિ ના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, વડ વાળી જગ્યાના મહંત સીતારામબાપુ, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, ઋષિરાજસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, પટેલ સમાજના અગ્રણી રસિકભાઈ મારકણાં, હિરેનભાઈ ડાભી, વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળ, આરએસએસ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, સંતો મહંતો ના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં 35થી પણ વધુ અલગ અલગ દેશભક્તિ, ધાર્મિક અને સાંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.
Gondal માં શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો પર ફરી હતી
હિન્દૂ ઉત્સવ સમિતિ ના નેજા હેઠળ યોજાયેલ શોભાયાત્રા ભગવતપરા પટેલવાડી થી સિવિલ હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા રોડ, નાની બજાર, જેલચોક, ભોજરાજપરા, પાંજરાપોળ, મોટી બજારમાં આવેલ હવેલી ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા રૂટ પર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
શોભાયાત્રા દરમિયાન રૂટ પર આવતા અનેક નાના મોટા ફ્લોટ્સ, ગ્રૂપો દ્વારા હિન્દુ ઉત્સવ સમિતિ ના ગ્રુપ નું ભવ્ય થી અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. અનેક જગ્યાઓ પર અલગ અલગ ગ્રુપ દ્વારા પાણી, આયુર્વેદિક છાસ, કોલ્ડ્રિક્સ, સરબત, આઈસ્ક્રીમ સહિત નો પ્રસાદ આપવમાં આવ્યો હતો.શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ પોલીસ ના PI, PSI, SRP જવાનો, GRD જવાનો, ટ્રાફિક પોલીસ ના જવાનો સહિતનો સ્ટાફ ખડેપગે તૈનાત રખાયો હતો.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી,ગોંડલ
આ પણ વાંચો: અમદાવાદમાં દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહ AMC વાહ... શું કામગીરી છે


