Gondal માં યોજાઇ ભવ્ય તિંરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા
- Gondal માં તિરંગા યાત્રા યોજાઇ
- તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
- યાત્રામાં અધિકારી,પદાઅધિકારી સહિત નાગરિકો જોડાયા
Gondal માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓગષ્ટ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હર ઘર તિરંગા ના આહવાન અનુલક્ષી તેમજ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ગોંડલમાં પણ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gondal માં વહીવટી તંત્ર અને નગરપાલિકા ના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઈ
Gondal વહીવટી તંત્ર અને નગરપાલિકા ના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં શહેર ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. શહેરના વિવિધ રાજમાર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, SRP પોલીસ સ્ટાફ અને અલગ અલગ સંસ્થાના હોદેદારો યાત્રામાં જોડાયા હતા.આ યાત્રા ગોંડલ ના કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલથી પ્રસ્થાન થઈ, સેન્ટ્રલ સિનેમા ચોક, ગુમહોર રોડ, ભુવનેશ્વરી રોડ, શ્યામવાડી ચોક થઈ ફરી કોલેજ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
Gondal માં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
આ તિરંગા યાત્રા સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ માંથી શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર મામલતદાર ડી.ડી. ભટ્ટ, તાલુકા મામલતદાર રાહુલકુમાર ડોડીયા, બ્લોક હેલ્થ ઓફિસર જી.પી. ગોયલ, SRP સેનાપતિ,શહેર ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર, બીપીનભાઈ નિમાવત, ચંદુભાઈ ડાભી, મનીષભાઈ રૈયાણી, કૌશિકભાઈ પડાળીયા, જીગરભાઈ સાટોડીયા, દિવ્યેશભાઈ સાવલિયા, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા રેલીમાં જોડાયા હતા અને હાથ માં ત્રીરંગા લઈને ભારત માતાકી જય, અને વંદે માતરમ ના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું આ ભવ્ય ત્રીરંગા યાત્રા જ્યારે મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે સૌ શહેરીજનો એ પણ યાત્રા ને વધાવી હતી.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી,ગોંડલ
આ પણ વાંચો: Jamnagar: Rivaba Jadeja ના વરદ હસ્તે અદ્યતન લાઈબ્રેરી બનાવવાનું ખાતમુર્હુત કરાયું


