Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

અહેવાલ - સંજય જોશી ગાંધીનગર,અમદાવાદ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - 18001801551...
આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
Advertisement

અહેવાલ - સંજય જોશી

ગાંધીનગર,અમદાવાદ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - 18001801551 નો સંપર્ક કરી શકાશે.

Advertisement

રાજ્યમાં હવામાન ખાતાની આગાહી મુજબ તા. 03 અને 04 ડિસેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 10 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે તેમ, છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતો અને એ.પી એમ.સીના વેપારીઓ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક,ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીએ જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલડે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જણાવાયું છે.

Advertisement

આ ઉપરાંત એ.પી એમ સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી. એમ.સીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક,KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - 18001801551 નો સંપર્ક કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો - ગુજરાતીઓ ફરી તૈયાર રહેજો…! હવામાન વિભાગે એકવાર ફરી કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×