Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar ના આર.ટી.એસ પ્લાન્ટમાં રિપેરીંગ દરમિયાન હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા મજૂરનું ઘટનાસ્થળે મોત

Bhavnagar આર.ટી.એસ પ્લાન્ટમાં ટેમ્પલ બેલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન હાઇડ્રોલિક સાધન નીચે મજૂર દબાઇ જતા તેનું મોત નિપજ્યું હતું
bhavnagar ના  આર ટી એસ પ્લાન્ટમાં રિપેરીંગ દરમિયાન હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા મજૂરનું ઘટનાસ્થળે મોત
Advertisement
  • Bhavnagar આર.ટી.એસ પ્લાન્ટમાં શ્રમિકનું મોત
  • મજૂરનું હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા થયું મોત
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંઘી

Bhavnagar શહેરમાં આવેલ કોર્પોરેશનના આર.ટી.એસ. (રિફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન) પ્લાન્ટમાં ગંભીર દુર્ઘટનામાં શ્રમિકનું મોત નિપજ્યું છે. ગઇકાલે પ્લાન્ટમાં ટેમ્પલ બેલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગાડીના હાઇડ્રોલિક સાધન નીચે મજૂર દબાઇ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

 Bhavnagar  આર.ટી.એસ પ્લાન્ટમાં શ્રમિકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર Bhavnagar  કોર્પેોરેશનના આરટીએસ પ્લાન્ટમાં કામ કરી રહેલા મજૂર મહમદ આસિફ અંસારી નામના મજૂરનું હાઇડ્રોલિક સાધન નીચે દબાઇ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે આર.ટી.એસમાં જ્યારે ટેમ્પલ બેલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે પ્લાન્ટનો ડ્રાઈવર બેલ ગાડી રીવર્સમાં લઈ રહ્યો હતો. રીવર્સ લેતી વખતે શંકાસ્પદ રીતે હાઇડ્રોલિક ભાગ બેસી ગયો, અને રીપેરીંગ કામમાં લાગેલો શ્રમિક એની નીચે દબાઇ જતા ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

Bhavnagar આર.ટી.એસ પ્લાન્ટમાં એજન્સીની બેદરકારી

આ ઘટનામાં મુખ્ય જવાબદારી ટેમ્પલ બેલ એજન્સી પર નિર્ધારિત થઈ રહી છે, કારણ કે શ્રમિકની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ અને સાવચેતીઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. સ્થાનિક કર્મચારીઓએ તાત્કાલિક રીતે ઇમર્જન્સી સેવા બોલાવી હતી, પરંતુ ઇજાઓ એટલી ગંભીર હતી કે શ્રમિક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલ: કૃણાલ બારડ,  ભાવનગર

આ પણ વાંચો: Uttarkashi Cloudburst : ઉત્તરકાશી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

Tags :
Advertisement

.

×