ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સામાન્ય ઝઘડાના સમાધાનમાં વેજલપુરના ફતેવાડીમાં એક વ્યક્તિની સરેઆમ હત્યા

અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં સામાન્ય વાતમાં પણ હવે મારમારી જોવા મળી જાય છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રાત્રે ઈંડાની લારી પર સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની હત્યા કરી...
05:57 PM Jun 30, 2023 IST | Hardik Shah
અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં સામાન્ય વાતમાં પણ હવે મારમારી જોવા મળી જાય છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રાત્રે ઈંડાની લારી પર સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની હત્યા કરી...

અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં સામાન્ય વાતમાં પણ હવે મારમારી જોવા મળી જાય છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રાત્રે ઈંડાની લારી પર સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી પોલીસ ચોકી પાસે ગઈકાલે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. ફતેવાડી વિસ્તારમાં આવેલા કસબાની ચાલી પાસે મોડી રાત્રે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓ એક જ સોસાયટીમાં રહેતા હતા અને જ્યારે સમાધાન માટે ભેગા થયા ત્યારે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી ઇલ્યાસ પંજાબી, તેનો દીકરો આયાન તેના ભાઈ આસિફ અને રાહીલ સાબીરખાને મૃતક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુસુફ અલીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.

ગઈકાલે ફતેવાડી વિસ્તારની અંદર આવેલી કસબાની ચાલી પાસે સામાન્ય બોલાચાલી બાદ એક જ સોસાયટીની અંદર રહેતા લોકો એક કલાક બાદ સમાધાન માટે સામે આવ્યા હતા. સમાધાન સમયે સામાન્ય બોલાચાલી અંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. આ મારામારીમાં એક આરોપીને હાથના ભાગે ઈજા થઈ હતી જેથી તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસે હોસ્પિટલમાં સારવાર લેતા આરોપીની ધરપકડ કર્યા બાદ મોડી રાત્રે જ તમામ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીની અટકાયત કરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે દિશામાં પણ વેજલપુર પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - ગર્ભાવસ્થાની સ્થિતિમાં Cyclone Biporjoy વખતે ફરજ નિભાવનારા PGVCL ના જોઈન્ટ MD નું સમ્માન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચીયા

Tags :
Ahmedabad NewsBrutally KilledFatewadiMurderVejalpur
Next Article